Biporjoy: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બિપરજૉયના લેન્ડફૉલ બાદ પોરબંદર, કચ્છ અને દ્વારકામાં ભારે તબાહી જોવા મળી હતી, આ પછી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે, હવામાન વિભાગ દ્વારા કહેવાયુ છે કે, હજુ પણ રાજ્યમાં વરસાદી ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, વરસાદે સૌથી વધુ બનાસકાંઠાને ઘમરોળ્યુ છે, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ ?

  


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લામાં વરસાદ ? 


22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ


રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢ વરસાદ


24 કલાકમાં સૌથી વધારે અમીરગઢમાં 8 ઈંચ વરસાદ


24 કલાકમાં દાંતા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ


24 કલાકમાં ધાનેરા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ


24 કલાકમાં પોશીના તાલુકામાં 6 ઈંચ વરસાદ


24 કલાકમાં દાંતીવાડા તાલુકામાં 6 ઈંચ વરસાદ


24 કલાકમાં પાલનપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ


24 કલાકમાં સાંતલપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ


24 કલાકમાં ડીસા તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ


24 કલાકમાં રાધનપુર તાલુકામાં 5 ઈંચ વરસાદ


24 કલાકમાં દીયોદર તાલુકામાં 4 ઈંચ વરસાદ


24 કલાકમાં થરાદ તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ


24 કલાકમાં સિદ્ધપુર, વડગામમાં પોણા 4 ઈંચ વરસાદ


24 કલાકમાં વાવ, સરસ્વતી, પાટણમાં ત્રણ ઈંચ વરસાદ


24 કલાકમાં લાખણી, વિજયનગર, કાંકરેજમાં અઢી ઈંચ વરસાદ


24 કલાકમાં સમી તાલુકામાં 2 ઈંચ વરસાદ


24 કલાકમાં ભાભર, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ


24 કલાકમાં લખપત, ગોધરા અને સૂઈગામમાં દોઢ ઈંચ વરસાદ


24 કલાકમાં હાલોલ, વિરપુર, હારીજમાં સવા ઈંચ વરસાદ


મહત્વનું છે કે, રાજ્યોમાંખી બિપરજૉય વાવાઝોડું પસાર થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી નથી થઇ, હવામાન વિભાગ અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને ઠેક ઠેકાણે ધોધમાર વરસાદી વરસી શકે છે. ખાસ કરીને આની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે.  


હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાંથી વાવાઝોડુ પસાર થઇ ગયુ છે અને હવે રાજસ્થાનમાં બેથી ત્રણ દિવસ સુધી આની અસર રહી શકે છે. પરંતુ ગુજરાતમાં હજુ પણ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપી છે કે, રાત સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાશે, ડિપ્રેશન બનતા સમય લાગે તો આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.  ત્રણ કલાક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.  કાલે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે.  અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે.