પાટણ: પાટણ શહેર સહીત જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.  ભારે વરસાદના કારણે જન જીવન પ્રભાવિત બન્યું છે.  સતત વરસાદને લઇ નીચાણ વાળા વિસ્તારો  પાણીમાં ગરકાવ થઇ જતા રાહદારીઓ અને વાહન ચલાકોને ભારે હાલાકીનો સામનો કરવા પડ્યો છે. પાટણના રાધનપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સાંતલપુરમાં પણ 5 આંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. પાટણ જિલ્લાના અનેક તાલુકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. 


રાધનપુરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, છ ઇંચ વરસાદથી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, કેટલીક જગ્યા ઘરો, દુકાનો અને બસ સ્ટેશનમાં પણી ઘૂસી ગયા છે. વેપારીઓ દુકાનો નથી ખોલી શકતા અને પાણી ભરાવવાના કારણે મોટુ નુકસાન પણ થયુ છે.




ગુજરાતના આ વિસ્તારને લઈને હવામાન વિભાગે આપ્યું એલર્ટ


અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય નામના ચક્રવાતે ગુજરાત અને રાજસ્થાનને બરાબરનું ધમરોળ્યું હતું. ગુજરાતમાં કચ્છમાં તો દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાએ રીતસરનો કહેર વરસાવ્યો હતો. હજી આ તારાજીમાંથી ગુજરાત બહાર નથી આવ્યુ ત્યાં ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે. હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દક્ષિણ રાજસ્થાન, ઉત્તર ગુજરાતના આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.


ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાત બિપરજોય હવે નબળું પડી ગયું છે અને તે પૂર્વ-ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં અને દક્ષિણ રાજસ્થાન સહિત એક-બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચક્રવાતને કારણે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ વરસાદ થઈ રહ્યો છે.


ચક્રવાત બિપરજોયના કારણ નૈઋત્યનું ચોમાસુ નબળું પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. તેના પર પૂર્ણવિરામ મુકતા ડો. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે, ચોમાસાને આ ચક્રવાત સાથે કોઈ જ લેવાદેવા નથી. ચોમાસું તેના નિર્ધારીત સમય પ્રમાણે જ ધીમે ધીમે આગળ વધી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.