Lok Sabha Elections 2024: આજથી ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો તબક્કાવાર ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના ઉમેદવારો ત્રણ તબક્કામાં ફોર્મ ભરશે. આજે,  આવતીકાલે અને 19 એપ્રિલે ફોર્મ ભરશે. આજે પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભરૂચથી મનસુખ વસાવા, વલસાડથી ધવલ પટેલ, પંચમહાલથી રાજપાલસિંહ જાધવ, સુરેંદ્રનગરથી ચંદુભાઈ શિહોરા ઉમેદવારી પત્ર ભરશે. દમણ દીવ લોકસભા બેઠકથી લાલુ પટેલ ઉમેદવારી નોંધવાશે. ફોર્મ ભરતા પહેલા ઉમેદવારો રોડ શો યોજી શક્તિપ્રદર્શન કરશે અને ફોર્મ ભરતી સમયે ઉમેદવારોની સાથે પ્રદેશના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.


કોંગ્રેસના ઉમેદવારો પણ આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરશે. આજે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, સુરેંદ્રનગરથી ઋત્વિક મકવાણા, જામનગરથી જે.પી.મારવિયા અને બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી ફોર્મ ભરશે.


ગેનીબેન ઠાકોર પાલનપુરના ચડોતર નજીક સભાને સંબોધન કર્યા બાદ રેલી સ્વરૂપે પગપાળા કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારી પત્ર ભરશે. ગેનીબેનની સભામાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત અનેક કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરથી લોકસભાના કૉંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા આજે ઉમેદવારી પત્રક ભરશે. કૉંગ્રેસના સમર્થકો અને આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર સુધી રોડ શો યોજી ઋત્વિક મકવાણા ઉમેદવારી પત્રક ભરશે ત્યાર બાદ વઢવાણ રોડ પર જાહેર સભા સંબોધશે.


4 જુનના રોજ પરિણામ આવશે



  • તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન

  • તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન

  • તબક્કો 3: 7 મે 2024 મતદાન

  • તબક્કો 4: 13 મે 2024 મતદાન

  • તબક્કો 5: 20 મે 2024 મતદાન

  • તબક્કો 6: 25 મે 2024 મતદાન

  • તબક્કો 7: 1 જૂન 2024 મતદાન


પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થશે


પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.


26 એપ્રિલે બીજો તબકો, 89 બેઠકો પર મતદાન


બીજો તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દેશની 89 બેઠકો પર ચૂંટણી થશે. જેમા પરિણામ 4 જૂન આવશે.


ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 બેઠકો પર મતદાન થશે


ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.


13 મેના રોજ ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થશે


ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.


20 મેના રોજ મતદાનના પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે


પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.


25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર ચૂંટણી યોજાશે


છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.


સાતમા તબક્કામાં 57 સીટો પર થશે મતદાન, 1 જૂને મતદાન થશે


સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.


લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે


લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.