નવસારી : ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા મહાનગરના આંતરિક સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં 6 જિલ્લાના મહાનગરની આંતરિક બોડી જાહેર કરાઈ છે.  નવસારી જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર કરવામાં આવ્યું છે.



નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ સહિત 23 પદાધિકારીઓની જાહેરાત કરી છે. જિલ્લામાં પ્રમુખ તરીકે ભુરાભાઈ માણેકલાલ શાહની નિમણૂક કરવામાં આવી છે.



ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપ દ્રારા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. આવતી કાલ સુધીમાં બાકીના જિલ્લા અને મહાનગરોની આંતરિક ટીમ પણ ભાજપ જાહેર કરશે.