ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી માટે ભાજપે તમામ 26 સીટો માટે નિરીક્ષકોની યાદી જાહેર કરી હતી. છેલ્લી લોકસભામાં ભાજપ ગુજરાતમાં તમામ બેઠકો જીતવામાં સફળ રહી હતી. જોકે ગઈ વિધાસભા ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે પણ કોંગ્રેસે શાનદાર કમબેક કર્યું હતું અને ભાજપને 99 પર અટકાવી દીધી હતી.
ગઈ ચૂંટણીમાં શંકર ચૌધરી સહિતના મોટા માથા હાર્યા હતા. જોકે વિધાનસભાની ચૂંટણીઓ હારી ચૂકેલા નેતાઓ હવે લોકસભા ચૂંટણી જીતવા માટે નિરિક્ષકોના તરીકે જુદા જુદા જિલ્લામાં મૂકવામાં આવ્યા છે.
વિધાનસભામાં હારી ચૂકેલા ભાજપના નેતા શંકર ચૌધરી (અમદાવાદ પૂર્વ), શબ્દશરણ બ્રહ્મભટ્ટ(અમદાવાદ પશ્ચિમ), રમણલાલ વોરા (જામનગર), જયનારાયણ વ્યાસ (વડોદરા), ચીમન સાપરિયા (જૂનાગઢ), છત્રસિંહ મોરી (નવસારી), જયસિંહ ચૌહાણ (ખેડા), ભરત બારોટ (સુરત)ની નિરીક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.