આ સંજોગોમાં રેશમા પટેલ એનસીપીમાં જોડાવા વિચારી રહ્યાં છે. કોંગ્રેસ સાથેની સમજૂતીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને પોરબંદર બેઠક ફાળવવામાં આવે તેવી શક્યતા છે. રેશમા NCPમાં ટિકિટની શરતે જોડાવા તૈયાર છે. એનસીપી એ માટે તૈયાર ના થાય તો રેશમા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
રેશમા પટેલે વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. જો કે ગણતરીના મહિનાઓમાં જ તેમનો મોહભંગ થઈ ગયો છે. ભાજપ સરકારની અને પક્ષની નીતિ-રીતિ સામે બળવાખોરીના સ્પષ્ટ સંકેત આપ્યા બાદ હવે રેશમા પટેલ લોકસભાની ચૂંટણીમાં પોરબંદરમાંથી લડવા સજ્જ છે.