જૂનાગઢ: માણાવાદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ થોડા દિવસ પહેલાં જ રાજીનામું આપીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ત્યાર બાદ તરત જ જવાહર ચાવડાને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી જવાહર ચાવડાનો વાણી વિલાસ સામે આવતાં સમગ્ર મીડિયા સહિત ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. શુક્રવારે માણાવદર ખાતે આહીર સમાજના સંમેલનમાં તેમણે મીડિયા માટે અસભ્ય વાણીનો ઉપયોગ કર્યો છે.

આ અંગે તેમણે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે, મીડિયા માટે બોલવાનો મારો કોઇ ખરાબ ઇરાદો ન હતો પરંતુ હું તળપદી ભાષામાં બોલ્યો છું. મારા 19 મિનિટનાં ભાષણમાં તમને આટલું જ સંભળાવ્યું. પ્રેસ પોઝિટીવ કેમ નથી બનતી.