જૂનાગઢ:  વંથલી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ શાસીત વંથલી માર્કેટિંગ યાર્ડ બીજેપીએ કબ્જે કરી લીધું છે. કુલ ૧૬ માંથી ૧૨ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. ખેડૂત વિભાગની ૧૦ અને સંઘ વિભાગની ૨ બેઠક મળી કુલ ૧૨ બેઠક પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. જ્યારે વેપારી વિભાગની ૪ બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થયો છે.


4500 કરોડ રુપિયાના ખર્ચે લોથલના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવાનું કાઉન્ટડાઉન શરુ


 ભારતના પુરાતન બંદર લોથલના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનું નિર્માણ થઈ રહ્યું છે. અંદાજે રૂપિયા ૪૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા આ કોમ્પ્લેક્સમાં ભારત સરકાર અને ગુજરાતના સરકારના સહયોગથી થઈ રહેલી પ્રોજેક્ટ્ની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓ સર્વાનંદ સોનેવાલ, ડો.મનસુખ માંડવીયા, રાજ્યમંત્રી શ્રીપાદ નાઈક અને શાંતનુ ઠાકુર તથા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચીવો તથા ઈન્ડીયન નેવી સહિતના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યુ કે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટના નિર્માણને વધુ ગતિ આપવા તેમજ લોથલ સહિતના આસપાસના વિસ્તારોના આર્થિક,ઔદ્યોગિક વિકાસ,પ્રવાસન વિકાસ અને રોજગાર નિર્માણ માટે લોથલ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. 


 પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે ૩૭૫ એકર જમીન ફાળવેલી છે.રાજ્ય સરકારે કોમ્પ્લેક્ષ બહાર-એક્સ્ટર્નલ ઇન્ફ્રાટ્રકચરના વિકાસ માટે રૂપિયા ૧૪૭ કરોડ ફાળવ્યા છે.આ રકમમાંથી રોડ,વોટર સપ્લાય,ઇલેક્ટ્રીસિટી વગેરેના કામો પ્રગતિમાં છે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ અને ભારતની ભવ્ય સમુદ્ર વિરાસતને વિશ્વ સમક્ષ આધુનિક સ્વરુપે પ્રસ્તુત કરવાના આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ માટે ગુજરાત સરકારની મળી રહેલી મદદની પ્રશંસા કરી હતી.  


નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની અત્યાર સુધીની પ્રગતિ,નિર્માણાધિન બાબતો તેમ જ કેન્દ્ર રાજ્યના વધુ સંકલન અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવ્યા હતા. આ સમીક્ષા બેઠક દરમિયાન ભારત સરકારના ઇન્ડિયન પોર્ટ રેલ એન્ડ રોપ.વે કોર્પોરેશન તેમજ ઇન્ડિયન નેવી વચ્ચે આ કોમ્પલેક્ષમા નેવી ગેલેરીના નિર્માણમા સહયોગ અંગેના એમઓયુ પણ કરવામાં આવ્યા હતા. મુખ્યસચિવ રાજકુમાર, ભારત સરકારના સચિવ રામચંદ્રન, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સલાહકાર એસએસ રાઠોર તેમજ  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, નેવીના વાઇસ એડમિરલ અને અધિકારીઓ બેઠકની ચર્ચામાં જોડાયા હતા.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial