મુન્દ્રા: અદાણી મુન્દ્રા પોર્ટએ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)નું ફ્લેગશીપ પોર્ટ, ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી જૂથના એક ભાગ અદાણી પોર્ટસ દ્વારા 399 મીટર લાંબા અને 54 મીટર પહોળા જહાજને બર્થ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના સૌથી વ્યસ્ત વાણિજ્ય બંદરોમાંના એક એવા ગુજરાતના મુંદ્રા ખાતે અદાણી પોર્ટસ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યુ છે. મુંદ્રા પોર્ટ પર અત્યાર સુધીના સૌથી લાંબા જહાજ MV MSC હેમ્બર્ગ લાંગરવામાં આવ્યું. આ મહાકાય જહાજ 4 ફૂટબોલના મેદાન જેટલી લંબાઈ ધરાવે છે. 


સંયોગવશ આ ઐતિહાસિક ઘટના ત્યારે બની જ્યારે જીનીવા સ્થિત મેડિટેરેનિયન શિપિંગ કંપની (MSC) અને અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પ્રા. લિના સંયુક્ત સાહસને 10 વર્ષ પૂર્ણ થયા છે. 2015માં નિર્મિત MV MSC હેમ્બર્ગ જહાજ 15,908 TEU (કન્ટેનરો)  ક્ષમતા ધરાવતું જહાજ છે. તે 12 મીટરનો ડ્રાફ્ટ, 399 મીટર લંબાઈ (LOA) તેમજ 54 મીટરની પહોળાઈ ધરાવે છે. અદાણી પોર્ટે અત્યાર સુધીના સૌથી વિશાળ જહાજને બર્થ કરી દરિયાઈ પરિવહન ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
 
આ અગાઉ સિંગાપોરમાં રજિસ્ટર્ડ APL રેફલ્સ અદાણી મુંદ્રા બંદરે લંગારવામાં આવેલું સૌથી મોટું જહાજ હતું તથા ભારતના બંદરો પર બર્થ થનાર તે સૌથી મોટું કન્ટેનર જહાજ હતું. અદાણી પોર્ટ મુંદ્રાની ખાસિયત એ છે કે 21 મીટર ઉંડાઇ સુધીની કેપેસીટીના જહાજ સહજતાથી લંગારી શકાય છે. નાણાંકીય વર્ષ-23 (એપ્રિલ 22-માર્ચ 23)માં અદાણી પોર્ટ અને APSEZ એ 339 MMT વોલ્યુમ સાથે કાર્ગો હેન્ડલ કરવાનો વિક્રમ સ્થાપ્યો છે. બિપરજોય ચક્રવાતમાં સરકાર દ્વારા હંગામી ધોરણે ઓપરેશન સ્થગિત રહ્યા બાદ મુંદ્રા પોર્ટ ફરી પૂર્વવત ધમધમી રહ્યું છે. મિડલ ઇસ્ટ,યુરોપ,આફ્રિકા અને ગલ્ફના દેશોમાંના જહાજો થકી કન્ટેનર્સ મુવમેન્ટે ફરી વેગ પકડ્યો છે. 


અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ), વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રૂપનો એક ભાગ છે જે એક પોર્ટ કંપનીમાંથી ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં વિકસિત થયો છે જે તેના પોર્ટ ગેટથી ગ્રાહક દ્વાર સુધી એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન આપે છે. ભારતના પશ્ચિમ કિનારે 6 વ્યૂહાત્મક બંદરો અને ટર્મિનલ્સ (ગુજરાતમાં મુન્દ્રા, દહેજ, તુણા અને હજીરા, ગોવામાં મોર્મુગાઓ અને મહારાષ્ટ્રમાં દીઘી પોર્ટ) અને પૂર્વ કિનારે 5 બંદરો અને ટર્મિનલ્સ સાથે ભારતમાં સૌથી મોટું પોર્ટ ડેવલપર અને ઑપરેટર છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial