વડાપ્રધાન મોદીનો આજે 75મો જન્મદિવસ છે. દેશ-વિદેશના નેતાઓએ PMને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. ભાજપ સંગઠન અને સરકાર વડાપ્રધાન મોદીના જન્મદિવસે સેવાકીય પ્રવૃતિ કરશે. ગુજરાત અને કેન્દ્ર સરકાર 75મા જન્મદિવસની અનોખી ઉજવણી કરશે. ગુજરાત ભાજપ સંગઠન સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરશે. ગુજરાત સરકાર સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરશે. PMના 75માં જન્મદિવસે બ્લડ કેમ્પ, આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે.

પીએમ મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે જ અનોખા સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને 75થી વધુ દેશોમાં 7500થી વધુ રક્તદાન કેમ્પનું એકસાથે આયોજન કરાયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. મેગા બ્લડ કેમ્પમાં જે બ્લડ એકત્રિત કરવામાં આવશે એ ગુજરાતની તમામ બ્લડ બેન્કોમાં મોકલવામાં આવશે. તો ભાજપ સંગઠન પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરશે. જ્યારે રાજ્ય સરકાર સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરશે.

PM મોદીના જન્મદિવસ અંતર્ગત બે ઓક્ટોબર સુધી અભિયાન ચાલશે. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં 15 દિવસ MRI સહિતના ટેસ્ટ વિનામૂલ્યે થશે. બીજી ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર ઝુંબેશ, 1.41 લાખ હેલ્થ કેમ્પો સહિતના કાર્યક્રમો છે. તો મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મેદસ્વીતા મુક્ત યોગ શિબિરનું ઉદ્ઘાટન કરાયું હતું. રાજ્યના 10 લાખ લોકોનું મેદસ્વીતા મુકત બનાવવાનું લક્ષ્યાંક છે. પીએમ મોદીના જન્મદિવસ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુભેચ્છા આપી હતી. સાથે જ બંને નેતાઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. ભારત, અમેરિકાના સંબંધને નવી ઉંચાઈએ લઈ જવા PMનો નિર્ધાર છે. મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એક જ દિવસમાં 5 લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે. સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી એમ 12 કલાક આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.