અલ્પેશ ઠાકોરની ઉમેદવારીને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત
abpasmita.in | 28 Sep 2019 10:21 AM (IST)
કોંગ્રેસમાંથી આવેલ અલ્પેશ ઠાકોરને કઈ સીટ પરથી ચૂંટણી લડાવી તેને લઈને ભાજપ મોવડી મંડળ અવઢવમાં મુકાઈ ગયું હતું જોકે તેનો હવે અંત આવી ગયો છે.
ગુજરાતની 6 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની પસંદગી માટે મનોમંથન કર્યું છે. કોંગ્રેસમાંથી આવેલ અલ્પેશ ઠાકોરને કઈ સીટ પરથી ચૂંટણી લડાવી તેને લઈને ભાજપ મોવડી મંડળ અવઢવમાં મુકાઈ ગયું હતું જોકે તેનો હવે અંત આવી ગયો છે. અલ્પેશ ઠાકોર રાધનપુરથી ઉમેદવારી નોંધાવશે. સોમવારે અલ્પેશ ઠાકોર નામાંકન કરશે. 12:39ના વિજય મુહર્તમાં અલ્પેશ ઠાકોર ફોર્મ ભરશે. તે દરમિયાન ભાજપના અધ્યક્ષ જીત વાઘાણી સહિત ઉત્તર ગુજરાત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે. અલ્પેશ ઠાકોર રાધનપુરથી ઉમેદવારી નોંધાવશે. રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે. અલ્પેશ ઠાકોર 30મીએ એટલે કે સોમવારે ફોર્મ ઉમેદવારી ફોર્મ નોંધાવશે.