જૂનાગઢઃ શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્રમાં શ્રાવણીયો જુગાર ધમધમવા લાગ્યો છે. બીજી તરફ પોલીસ પણ જુગારીઓને પકડી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપના ટોચના નેતા પોતાની વાડીએ જુગાર રમતા પકડાયા છે. ભાજપના કોર્પોરેટેર ની વાડીમાંથી જુગારધામ ઝડપાયું છે. 


ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશિયા પણ જુગાર રમતા ઝડપાયા છે. અન્ય 8 શખ્સો સાથે તીન પત્તીની રમત રમતા હતા. લોકોને બહારથી બોલાવી જુગાર રમાડતા હતા. ઝાંઝરડા રોડ ઉપર વાડી આવેલી છે. રૂ. 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 


Junagadh : 4 સંતાનની માતાને નાની ઉંમરના યુવાન સાથે બંધાયા શરીર સંબંધ, બંને ખાનગીમાં માણતાં શરીર સુખ ને..........


જૂનાગઢઃ ઉપલેટાની ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. બંનેએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પરિણીતાનું મોત થયું છે. જ્યારે યુવક સારવાર હેઠળ છે. આ અંગેની વિગતો એવી છે કે, ઉપલેટાની 35 વર્ષીય પરિણીત યુવતીને જૂનાગઢમાં વંથલી રોડ પર રહેતા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવતી પોતે પરિણીત હોવાથી અને ચાર સંતાનોની માતા હોવાથી પ્રેમી સાથે લગ્ન શક્ય નહોતા. 


લગ્ન શક્ય ન હોય અને એકબીજા વગર રહી શકે તેમ ન હોવાથી બંનેએ વંથલી રોડ પર સજોડે ઝેર પી લીધું હતું. બંનેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજ્યું હતું. જ્યારે પ્રેમી સારવાર હેઠળ છે. માતાના આપઘાતથી ચાર સંતાનો માતા વિહોણો બન્યા છે. જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


Surat: યુપીના યુવાને વિધવા યુવતીના ઘરે આવીને માણ્યું શરીર સુખ, દિલ્હી-અમદાવાદ લઈ જઈને બાંધ્યા શરીર સંબંધ ને પછી...........


સુરતઃ શહેરમાં મેરેજ બ્યુરોના માધ્યમથી પરિચયમાં આવેલા યુપીના યુવકે વિધવાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. વિધવાના માથામાં સિંદુર પુરી લગ્ન થઈ ગયા હોવાનું જણાવીને યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, યુવકે બીજે લગ્ન કરી લેતા મામલો સામે આવ્યો છે. યુવકે વિધવાના પુત્રને વોટ્સએપ પર મેસેજ કરીને ધમકી પણ આપી હતી. 


આ અંગેની વિગતો એવી છે કે, દોઢ વર્ષ પહેલા મેરેજ બ્યુરોના માધ્યમથી યુપીનો યુવક જહાંગીરાબાદની વિધવા સાથે કોન્ટેક્ટમાં આવ્યો હતો. યુવકે લગ્નની લાલચ આપી શારિરીક સંબધ બાંધી તેને છોડી અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા મામલો રાંદેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. યુવકે ધમકી આપી હતી કે, તુને મેરે ખિલાફ પોલીસ કમ્પલેઇન કીયા તો તેરે કો ઔર તેરે લડકે કો જાન સૈ માર દુગાં ઔર બદનામ કર દુગાં, 41 વર્ષીય વિધવા ઓનલાઇન ફૂડ કંપનીમાં નોકરી કરે છે.


યુપીનો હર્ષવર્ધન ઉર્ફે મુકેશ આત્માપ્રકાશ વર્મા શરૂઆતમાં વિધવા સાથે વોટ્સએપ અને વિડીયો કોલથી વાત કરતો હતો.  પછી બન્ને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. આરોપીએ વિધવાને તેના ઘરે સુરત આવવાની વાત કરતા તેણે હા પાડી દીધી હતી. જેથી તે ગત 28 નવેમ્બરે વિધવાના ઘરે આવ્યો હતો. અહીં લગ્ન બાબતે ફેમિલીને પૂછવા માટે આરોપીએ એક વર્ષનો સમય માંગ્યો હતો.


યુવકે વિધવાને અમદાવાદ અને દિલ્હી 8 દિવસ લઈ ગયો ત્યાં પણ સંબંધ બાંધ્યો હતો. તેમજ આ પછી યુવકે ફોન બંધ કરી દીધો હતો. યુવકે અન્ય સ્ત્રી જોડે લગ્ન કર્યાની સોશિયલ મીડીયાથી જાણ થતાં વિધવાએ ફરિયાદ નોંધાવી હતી.