અમરેલી: ગુજરાતમાં ચાલતી કોન્ટ્રાક્ટ પ્રથાને લઈને વારંવાર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વિપક્ષ તો ઠીક પરંતુ હવે તો શાસક પક્ષના નેતા જ કોન્ટ્રાક્ટ પ્રથા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. અમરેલી જિલ્લાના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે સરકારી વિભાગમાં કોન્ટ્રેક્ટ પ્રથા મુદ્દે ટ્વીટ કર્યું છે.


 






તેમણે લખ્યું કે, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે કોન્ટ્રાક્ટરો લાચારીનો લાભ લઇ યુવાનોનું શોષણ કરી રહ્યા છે. 18મી સદીમાં આફ્રિકામાં ચાલતી ગુલામી પ્રથા અને ભારતમાની વેઠ પ્રથા 21 સદીમાં હજી દેશમાં જોવા મળી રહી છે. કોન્ટ્રેક્ટ સિસ્ટમ રૂપાળા નામથી ચાલતી હોવાનો કટાક્ષ પણ કાનાબારે કર્યો હતો. સરકારોનો કોઈ દોષ નથી પણ કોન્ટ્રાક્ટરો બેરોજગાર યુવાનની લાચારીનો લાભ લઇ રહ્યા છે. બેરોજગાર યુવાનોને અપાતા વેતનમાંથી 30 થી 50% કાપી તેનું શોષણ કરે છે. અમરેલી જિલ્લા ભાજપના નેતા ડોક્ટર કાનાબારે પીએમ મોદીને ટેગ કરી ટ્વીટના માધ્યમથી પોતાના વિચારો રજૂ કર્યા છે.


PSIની ભરતીમાં કૌભાંડ થયું હોવાનો આરોપ યુવરાજ સિંહ લગાવતા ખળભળાટ


પોલીસ ભરતીમાં થયેલા કૌભાંડ અંગે યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુવરાજ સિંહે કહ્યું કે, પોલીસ ભરતીમાં નોકરી કૌભાંડ થયું છે. પીએસઆઇની ૧૬ માર્ચ ૨૦૨૧ ની ભરતીમાં કૌભાંડ થયું છે. ૧૩૮૨ જગ્યા માટે આ ભરતી થઈ હતી.  ભરતીમાં ૧૦ લોકો ખોટી રીતે લાગ્યા હોવાનો યુવરાજ સિંહનો આક્ષેપ છે. પોલીસ અધિકારી અને બીરસામુંડા ભવનના એક કર્મચારી થકી ખોટી રીતે યુવાન નોકરીએ લાગ્યો હોવાનો આરોપ યુવરાજ સિંહ લગાવ્યો છે.


મયુર તડવી નામનો યુવાન ખોટી રીતે પીએસઆઇ તરીકે લાગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ પરીક્ષા પુર્ણ કરી પસંદગી પામેલા ઉમેદવાર કરાઇમાં ટ્રઇનીંગ લઇ રહ્યા છે. મયુર તડવી બીન હથીયારી પીએસઆઇ તરીકે તાલીમ લઇ રહેલ છે. પરીક્ષાના પરિણામમાં મયુરના નામનો કોઇ ઉલ્લેખ નથી. ફીજીકલ પરિણામમાં પણ મયુરના નામનો કોઇ ઉલ્લેખ નથી. મયુર તડવીએ એક મહિનાઓ પગાર પણ લીધો છે. તેમનો કોલ લેટર પ્રાથમિક દ્રષ્ટીએ ટેમ્પર કરેલ જણાયો છે.


આ ઉપરાંત બરોડા પોલીસ સ્ટેશનથી અપાયેલા નિમણુક પત્રમાં પણ ક્યાંય મયુરનુ નામ નથી આ વ્યક્તિ પોલીસ ટ્રેઇનીંગ સેન્ટર સુધી કંઇ રીતે પહોંચ્યા એ સવાલ છે. કરાઇ ટ્રેઇનીંગ સેન્ટર ખાત શા માટે ડોકેયુમેન્ટ વેરીફીકેશન ન થયું. આ ભરતી માટે અધિકારીઓની મિલિભગત જવાબદાર હોવાનો આરપો લગાવ્યો છે. કોઇ બનાવટી વ્યક્તિએ મયુરના નામે પરીક્ષા પાસ કરી નથીને તેવા પણ તેમણે સવાલો કર્યા. ખોટા પ્રમાણપત્રો બન્યા હોય એવું બની શકે.  તમામ ડોક્યુમેન્ટનુ ક્રોસ વેરીફીકેશન કરવામાં આવે. ૨૦૧૪ પછી થયેલી તમામ ભરતીમાં ક્રોસ વેરીફીકેશન કરવામાં આવે. આવી ઘટના માટે ગૃહરાજ્યમંત્રી જવાબદાર હોવાનો આરોપ યુવરાજ સિંહ લગાવ્યો.