મહેસાણા: યાત્રાધામ બહુચરાજીમાં ગેસ રિફિલનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. બહુચરાજીની મુખ્ય બજારમાં જ ચાલી રહ્યું છે ગેસ બોટલનું કૌભાંડ. ઈલેક્ટ્રીક મોટર દ્વારા બોટલોમાંથી અન્ય બોટલમાં ગેસ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. શહેરની મુખ્ય બજારમાં જોખમી રીતે ગેસ હેરાફેરી કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે સવાલ એ થાય કે જે, ક્યારેક મોટી દુર્ઘટના બને તો જવાબદારી કોની? કોઠા વિભાગના અધિકારીઓ લાપરવા હોય તેમ લાગી રહ્યું છે. નોંધનીય છે કે એક તરફ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને છે જેને લઈને લોકો પરેશાન છે તો બીજી તરફ આવા તત્વો બોટલમાંથી ગેસ ચોરી લેશે જેને લઈને સામાન્ય લોકો પર બેવડો માર પડી રહ્યો છે.
આ ઘટના અંગે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાત ગેરકાનૂની પ્રવૃત્તિનું હબ બન્યું છે. ડ્રગ્સ હોય કે પાઇપલાઇનમાંથી ગેસ અને તેલ કાઢવાની બાબત હોય, દરેક ક્ષેત્ર કૌભાંડ ચાલી રહ્યા છે. હવે તો ગૃહિણીના ગેસમાં પણ ચોરી થવા લાગી છે. આવા ગુનેગારો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.
અમદાવાદની આ ખાનગી શાળા વિરૂદ્ધ હાઇકોર્ટમાં અરજી
અમદાવાદની એક ખાનગી શાળાની સરકારી માન્યતા રદ્દ થયા બાદ પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરાતા હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. અમદાવાદની વસ્ત્રાપુરની નોવા સ્કૂલ સામે ફરિયાદ નોંઘાઇ છે અને વિદ્યાર્થી સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. માન્યતા વિનાની શાળાએ ફી વધારા માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીલીભગત કરી FRC માં ફી વધારો માંગ્યો હોવાનો પણ શાળા સામે આક્ષેપછે. FRC એ પણ પૂરતી ખરાઈ વિના જ ફી વધારો મંજૂર કરી દીધો હોવાથી ફરિયાદ કરવામાં આવી છે. હાઇકોર્ટ આ મુદ્દે જરૂરી નિર્દેશો જારી કરે એવી અરજદારની માંગણી કરવામાં આવી છે.
દ્રારકાથી સોમનાથ જતી ખાનગી બસ પલટી જતાં અકસ્માત
યાત્રાધામ દ્વારકા નજીકના બસ પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 25 લોકોને ઇજા પહોંચી છે. તો 1નું મૃત્યુ થયાના સમાચાર છે. યાત્રાધામ દ્વારકા નજીકના બસ પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 25 લોકોને ઇજા પહોંચી છે. તો 1નું મૃત્યુ થયાના સમાચાર છે. દ્રારકા પોરબંદર હાઇવે પર ગતરાત્રિના સમયે પરપ્રાંતિય યાત્રાળુઓ સાથેની એક બસ પલ્ટી ગઇ હતી. દુર્ઘટનામાં 25 થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ થઇ છે.