અમરેલી: હાલમાં ગુજરાતમાં શિક્ષણને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના એક નિવેદન બાદ તેમનો વિરોધ પણ થયો હતો. તો બીજી તરફ આ મામલે દિલ્હીના ડે. સીએમ મનિષ સિસોદીયા પણ ઝંપલાવ્યું હતું. તો હવે દેશની શિક્ષણ વ્યવસ્થા પર ભાજપના જ એક નેતાએ સવાલ ઉઠાવતા મુદ્દો ગરમાયો છે. ભાજપ આગેવાન ડો. ભરત કાનાબારએ ટ્વિટ કરીને દેશની શિક્ષણ વ્યવસ્થા પર બળાપો કાઢ્યો છે.


 






તેમણે લખ્યું કે, 'ક' કમળ નો  'ક' તો બરાબર ઘુટ્યો, પણ 'ક્ષ' શિક્ષણ નો 'ક્ષ' કોઈએ ભણાવ્યો જ નહી. આ દેશમાં શિક્ષણ એક કોમોડીટી બની ચુક્યુ છે. શિક્ષણ ખરીદનાર અને વેચનાર બન્ને બેશરમ છે. તમને જણાવી દઈએ કે, ડો. ભરત કાનાબાર અમરેલી જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ અને ભાવનગર જિલ્લાના વર્તમાન પ્રભારી છે. ભાજપના આગેવાન દ્વારા જ આ પ્રકારના નિવેદનથી વિવાદ થવની સંભાવના છે.


નરેશ પટેલનું ‘રાજકારણ’, કોળી સમાજ બાદ દલિત સમાજ સાથે નરેશ પટેલની બેઠક


સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે સસ્પેન્સ હજી પણ યથાવત છે.  છેલ્લે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર સહીત અન્ય સમજો સાથે બેઠકો શરૂ છે. આ ઉપરાંત ખોડલધામ દ્વારા પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. નરેશ પટેલે સૌરાષ્ટ્રના કોળી સમાજ સાથે બેઠક કરી હતી. હવે દલિત સમાજ સાથે પણ બેઠક કરશે. 


મળતી માહિતી મુજબ નરશ પટેલ કોળી સાંજ બાદ સૌરાષ્ટ્રના દલિત સમાજ સાથે બેઠક કરશે. આ બેઠકમાં નરેશ પટેલ સૌરાષ્ટ્રભરના દલિત સમાજના અગ્રણીઓ સાથે કરશે બેઠક. દલિત સમાજના આગેવાન સુરેશ બથવારની આગેવાનીમાં આજ બપોરે 12 વાગ્યે નરેશ પટેલ બેઠક કરશે.