Vav assembly election 2024: વાવ વિધાનસભા બેઠક પરથી ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ દ્વારા આ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવતા માવજી પટેલે બળવો કર્યો છે. થરાદના પૂર્વ ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂકેલા માવજી પટેલ સાત મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમની અપક્ષ ઉમેદવારીથી વાવ બેઠક પર ચૂંટણી જંગ રસપ્રદ બનવાની સાથે રાજકીય ગરમાવો પણ સર્જાયો છે. ભાજપ ઉપરાંત અપક્ષમાંથી પણ અન્ય દાવેદારોએ ઉમેદવારી નોંધાવતા આ બેઠક પર બહુકોણીય જંગ જામવાની શક્યતા છે.


વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં હારવાની સ્થિતિમાં હોય ત્યારે હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દાઓ ઉઠાવીને ભોળી પ્રજાને ભરમાવવાનો પ્રયાસ કરે છે.


તેમણે વધુમાં કહ્યું કે નડાબેટ પાસે આવેલા પાકિસ્તાન સરહદના પવનો ભાજપને હરાવવામાં મદદરૂપ થશે. શૈલેષ પરમારે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ સતત પાકિસ્તાનના નામનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આ વખતે સફળ નહીં થાય.


ગુજરાતમાં વાવ બેઠકથી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ  ઉમેદવાર જાહેર કર્યા છે.  વાવ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોનું સસ્પેન્સ ખતમ થયું છે.  ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે.  


વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં  સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.   


સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.


આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે.  


વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.


આ પણ વાંચોઃ


વાવ બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ: હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દે શૈલેષ પરમારનો ભાજપ પર પ્રહાર