દેવભૂમિકા દ્ધારકાઃ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે દ્ધારકા પહોંચેલા મોરારી બાપુ પર હુમલો કર્યો હતો. મોરારી બાપુ કૃષ્ણ વિવાદને લઇને માફી માંગવા દ્ધારકા પહોંચ્યા હતા. તે દરમિયાન મંદિર ખાતે પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલો કર્યો હતો. પબુભા માણેકે હુમલો કરતા સાંસદ પૂનમ બેન માડમે તેમને રોક્યા હતા. એટલું જ નહી તેમણે મોરારી બાપુને ગાળો પણ આપી હોવાની ચર્ચા છે.
મોરારી બાપુ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે સાંસદ પૂનમ માડમ પણ ત્યાં હાજર હતા. કાન્હા મંચ દ્ધારા આ બેઠક રાખવામાં આવી હતી. મહત્વનું છે કે મોરારી બાપુએ પોતાની એક કથામાં કૃષ્ણ ભગવાન અને તેમના ભાઇ બલરામને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ.