Banaskantha News: લોકસભા માટે રાજ્યની 26 બેઠકો પૈકી સૌથી વધુ રોચક જંગ બનાસકાંઠામાં જોવા મળ્યો છે. આ બેઠક પર ભાજપે ડૉ. રેખા ચૌધરી તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. મહિલાની સામે મહિલા ઉમેદવાર હોવાથી અહીં ચૂંટણી શરુઆતથી જ જામી છે. ચૌધરી સમાજના શિક્ષિત મહિલા એવા રેખાબેન ચૌધરીની સામે ઠાકોર સમાજના ગેનીબેન પહેલા દિવસથી આક્રમક પ્રચાર કરી રહ્યા છે. બનાસની દિકરી શબ્દને બ્રાન્ડ બનાવી ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન દિકરીને મામેરાની જરુરી ગણાવી મામેરાના રૂપમાં મત માગી રહ્યા છે.


બનાસકાંઠાની આ ચૂંટણીમાં બેનના પ્રસંગમાં મામેરા શબ્દને લઈને રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે. ત્રણ પરગણા બ્રહ્મ સમાજના ભાજપના સમર્થિત કાર્યક્રમમાં ભાજપના નેતા એવા રતનજીએ ગેનીબેનના મામેરા શબ્દ પર કટાક્ષ પણ કર્યો. મામેરું એક જ વખત હોય વારંવાર નહીં કહી વાવમાં રતનજીએ કટાક્ષ તો કર્યો. પરંતુ ગેનીબેન પણ કોઈ કસર છોડે એમ નથી. કારણ કે તેમને પહેલા દિવસથી સ્પષ્ટ કરેલું કે મારા વિધાનસભાના પ્રસંગમાં વાવના ભાઈએ મામેરું ભર્યુ હતુ. આ પ્રસંગમાં લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતી તમામ વિધાનસભા બેઠકના ભાઈઓને પહેલીવાર મામેરું ભરવા અપીલ કરી રહું છું. આવો પહેલા સાંભળી લઈએ રતનજી અને ત્યાર બાદ સાંભળીએ ગેનીબેને મામેરું ભરવા કેવી અપીલ કરી હતી.


ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં 2024 લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે તેઓ બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. સાત તબક્કામા ચૂંટણી યોજાશે. 


4 જુનના રોજ પરિણામ આવશે



  • તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન

  • તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન

  • તબક્કો 3: 7 મે 2024 મતદાન

  • તબક્કો 4: 13 મે 2024 મતદાન

  • તબક્કો 5: 20 મે 2024 મતદાન

  • તબક્કો 6: 25 મે 2024 મતદાન

  • તબક્કો 7: 1 જૂન 2024 મતદાન


પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થશે
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.


26 એપ્રિલે બીજો તબકો, 89 બેઠકો પર મતદાન
બીજો તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દેશની 89 બેઠકો પર ચૂંટણી થશે. જેમા પરિણામ 4 જૂન આવશે.


ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 બેઠકો પર મતદાન થશે
ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.


13 મેના રોજ ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થશે
ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.


20 મેના રોજ મતદાનના પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે
પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.


25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર ચૂંટણી યોજાશે
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.


સાતમા તબક્કામાં 57 સીટો પર થશે મતદાન, 1 જૂને મતદાન થશે
સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.