બોટાદ : બોટાદ માર્કેટ યાર્ડની ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે યાર્ડના પૂર્વ ચેરમેન જોરૂભાઈ ધાંધલે રાજીનામું આપી દીધું છે. ભાજપે મેન્ડેટ ન આપતા નારાજગી છે. મેન્ડેટ ન મળવાનો અણસાર આવી જતાં જોરૂભાઈએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં જોરૂભાઈએ તો જાહેરાત કરી કે, તેઓ પોતાની પેનલ બનાવી યાર્ડની ચૂંટણી લડશે. જેના કારણે ભાજપને નુકસાન થશે. જોરુભાઈ ધાંધલ બાદ તેમના સમર્થનના પણ રાજીનામાં પડ્યા છે.
જિલ્લા ભાજપમાં 5 આગેવાનોએ રાજીનામાં આપ્યા છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલા 5 આગેવાનોના રાજીનામાંને લઈ રાજકારણ ગરમાયું છે. રાજીનામું આપનાર તમામ ભાજપના આગેવાનો ભાજપની પેનલ સામે આવતીકાલે ફોર્મ ભરી યાર્ડની ચૂંટણી લડશે. બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી 10 જુલાઈએ યોજાશે.
બોટાદ જિલ્લા સહકારી કન્વીનર જોરુભાઈ ધાંધલ બાદ તેમના સમર્થનમાં અન્ય રાજીનામાં પડ્યા છે. જિલ્લા ભાજપમાં ફરી 5 આગેવાનોએ રાજીનામાં આપ્યા છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલા 5 આગેવાનોના રાજીનામાંને લઈ રાજકારણ ગરમાયું છે.
જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ સામે નારાજગી વ્યક્ત કરી છે. મયુર પટેલ પોતાની મનમાની કરી ઉમેદવાર પસંદગી કરતા હોય જેને લઈ નારાજગી હોવાનું સામે આવ્યું છે. રાજીનામુ આપનાર તમામ ભાજપના આગેવાનો ભાજપની પેનલ સામે આવતીકાલે ફોર્મ ભરી યાર્ડની ચૂંટણી લડશે. બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઈ 10 જુલાઈના રોજ મતદાન યોજાશે.
ઉમરગામમાં મેઘરાજાની તોફાની બેટીંગ
વલસાડ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. સતત ત્રીજા દિવસે પણ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાતા જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. ચોમાસાના આરંભમાં જ વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી 6 કલાકમાં જ સાડા 5 ઇંચ થી વધારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
ઉમરગામથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ઉમરગામના નિચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓને પાણી પાણી કરી દીધા હતા. આ સાથે જ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસતો હતો. જો કે ગઈ મોડી રાતથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાનો આરંભ થયો હોય તેવો માહોલ સર્જાયો હતો. પ્રથમ જ વરસાદમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સ્થાનિક વહીવટી તંત્રની પ્રીમોનશુન કામગીરીની પોલ ખુલ્લી હતી. વલસાડના વાપીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા.
જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયા હતો. ઉમરગામમાં આઠ કલાકમાં જ છ ઇંચથી વધારે વરસાદ વરસતા ઉમરગામના સ્ટેશન રોડ અને ગાંધીવાડી સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. આથી પ્રથમ જ વરસાદમાં જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું.