Amreli :અમરેલી કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુંમર વિરૂદ્ધ PM પીએમ મોદી માટે જાહેરમાં અપશબ્દો બોલવા મુદ્દે ફરીયાદ નોંધાઇ છે.અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. 
વીરજી ઠુંમરે પોતાના ભાષણમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે  જાહેરમાં અભદ્ર ટીપણી કરી બદનક્ષી કરી જાહેરમાં સુલેહ શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કર્યાનો ગુનો નોંધાયા છે.


પોતાની વિરૂદ્ધ લીસ ફરિયાદ નોંધાતા વિરજી ઠુંમરે પણ પલટવાર કર્યો છે. તેમની પણ છબી ખરડાવાનો પ્રાયસ કરાયો હોવાનો આરોપ લગાવ્યો છે. પોતાના પુતળાનું દહન કરી ખોટા આરોપ લગાવાયા હોવાનો વિરજી ઠુંમરે દાવો કર્યો હતો.


તો બીજી તરફ  પોલીસએ ગુનો દાખલ કરતા કોંગ્રેસ આક્રમણ મૂડમાં આવી ગઇ છે. પૂર્વ સાંસદ વીરજી ઠુંમર સામે જાણવાજોગ ગુનો નોંધાતા કોંગ્રેસમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. ગુજરાત કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું કે, પૂર્વ સાંસદ વીરજી ઠુંમર ની અટકાયત કરવા અમરેલી પોલીસને કોર્ટ ની મંજૂરી લેવી પડશે.ઉલ્લેખનિય છે કે, ગઇકાલે કોંગ્રેસના એક કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિરજી ઠુંમરે પ્રધાનમંત્રીની ગરિમાને ન શોભે તેવા જાહેરમાં નિવેદનો કરતા ભાજપમાં વિરોધોનો વંટોળ સર્જાયો છે. ઠેરઠેર તેમના પૂતળાનું દહન કરવાના કાર્યક્રમ પણ યોજાયા હતા.