પંચમહાલ : શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ કોરોના સંક્રમિત થયા છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતે કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી આપી. તેઓના સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓને કોરોના ટેસ્ટ કરાવવા માટે પણ કરી અપીલ. 9 ફેબ્રુઆરીના રોજ ગોધરા ખાતેની પંચમહાલ ડીસ્ટ્રક્ટ બેંકના વાસ્તુ પૂજનમાં સામેલ થયા હતા.



ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવીરહ્યા છે. છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવાયા છે. જોશીયારા 10 દિવસથી સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડાયા છે. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર કરાશે.


નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં મંત્રી જીતુ ચૌધરી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર, ધારાસભ્ય પ્રતાપ દુધાત, સાંસદ પૂનમ માડમ સહિત અન્ય ધારાસભ્યો, નેતાઓ ઉપરાંત કાર્યકરો પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ડૉ.અનિલ જોશીયારા કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.


દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,077 નવા કેસ નોંધાયા છે, જ્યારે 657 લોકોના મોત થયા છે. ગઈ કાલ કરતાં કેસમાં 13.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં એક્ટિવ કેસ ઘટીને 6,97,800 થઈ ગયા છે. બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5,07,177 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 4.13 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. 


ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2275  કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 21437  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 143 લોકો વેન્ટીલેટર પર છે. 21294 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,78,289 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,761 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 21 લોકોના મોત થયા છે.


બીજી તરફ આજે 8172 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.34  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  21 મોત થયા. આજે 1,66,610 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 4,   વડોદરા કોર્પોરેશનમાં એક, મહેસાણામાં એક, બનાસકાંઠામાં એક, રાજકોટ કોર્પોરેશનમાં એક, સુરતમાં બે, તાપીમાં એક, રાજકોટમાં બે, સાબરકાંઠામાં એક, ભરૂચમાં એક, જામનગરમાં એક, વલસાડમાં એક કોરોના દર્દીઓનું મોત થયું છે.


અત્યાર સુધીમાં કુલ 11,78,289  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 97.34 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 19 ને પ્રથમ અને 31 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2881 ને પ્રથમ અને 13,033 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 13,116 ને પ્રથમ અને 37,544 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 11,564 ને પ્રથમ અને 55,906 ને બીજો ડોઝ અપાયો હતો. 32,516 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,66,610  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,05,10,421 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.