પાટણઃ પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની કથિત ઑડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. કથિત ઑડીયોમાં ખુદ ભાજપનાં સાંસદ ભરતસિંહ ડાભી દારૂ મુદ્દે મોટો ખુલાસો કરી રહ્યા છે. પાટણમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની વાત એક અરજદારે સાંસદને ફોન પર કરતા સાંસદે મોટી કબુલાત કરી હતી. જોકે, આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી મોટો ખુલાસો થયો છે.
ઓડિયો ક્લીપ વાયરલ કરનાર મોતીજી ઠાકોર ખુદ બુટલેગર છે. મોતીજી ઠાકોર નકલી દારુ બનાવતા હતા. પાટણ એલસી પોલીસે દારૃના વેચાણ કરતા મોતીજીની અટકાયત કરી હતી. ભરતસિહના કૉલની ઓડિયો ક્લિપ બનાવનાર મોતીજી ઠાકોરને પોલીસે તપાસ અર્થે એલસીબી કચેરીએ લવાયો છે.
સાંસદે કહ્યું કે, આખા ગુજરાતમાં દારૂ વેચાય છે. ફોન પર અરજદાર બોલ્યા કે, બુટલેગરોનો હપ્તો સાંસદ સુધી જાય છે તે સાંભળી સાંસદ ગુસ્સે થયા હતા. સાંસદ બોલ્યા કે બે વર્ષ પછી છાંટો દારૂ પણ પાટણમાં નહીં મળે, આખા ગુજરાતમાં પણ દારૂ નહીં મળે. દારૂના અડ્ડાને લઈ બોલ્યા કે ચો હું ચાલે છે એ બધ્ધિ મને ખબર છે. પોલીસ ઉપર મોટા આરોપ દારૂ મુદ્દે પોલીસ ફૂટેલી એક્સન લેવા વાળાજ ફૂટેલા.
એકબાજુ ગુજરાત ભાજપનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાટણની મુલાકાતે છે તેવા સમયે જ ઑડીયો સામે આવ્યો. ખુદ ભાજપનાં સાંસદે દારૂબંદીની પોલ ખોલતા તેમજ આખા ગુજરાતમાં દારૂ વેચાય છે તેવી કબુલાત કરતા રૂપાણી સરકાર ઉઘાડી પડી છે. પહેલા કોંગ્રેસ કહેતી હતી આખા ગુજરાતમાં દારૂ વહેંચાય છે, આજે ખુદ ભાજપના સાંસદ કહી રહ્યા છે આખા ગુજરાતમાં દારૂ વેચાય છે.
Banaskantha : રહસ્યમય સંજોગોમાં બિજનેસમેનની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક
થરાદઃ બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાંથી લાશો મળવાનો સીલસીલો યથાવત છે. ત્યારે થરાદ કેનાલમાંથી એક્ટિવ સાથે વેપારીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગોય છે. એક્ટિવા સાથે વેપારીની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વેપારીની હત્યા કે આત્મહત્યા કારણ અકબંધ છે.
પરિવારે લાશને પી.એમ અર્થે થરાદ રેફરલ ખસેડી છે. સ્થાનિક તરવૈયાઓએ લાશને બહાર કાઢી પોલીસેને જાણ કરી હતી. જોકે, પોલીસ તપાસ પછી જાણવા મળશે કે વેપારીની હત્યા કરવામાં આવી છે કે હત્યા ? તેમજ વેપારીના મોત માટે કયું કારણ જવાબદાર છે, તે તમામ વિગતો પોલીસ તપાસ પછી જ બહાર આવશે.
બીજી તરફ સુરેન્દ્રનગર દુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં શિક્ષક સાથે ગયેલ ત્રણ વિદ્યાર્થીઓ ડૂબતા દોડધામ મચી ગઈ છે. ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા જ્યારે એક વિધાર્થીનું ખાડામાં ડૂબી જતાં મોત નિપજ્યું છે. ધો.૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનુ મોત નિપજતાં પરિવારજનો સહીત લોકોમાં શોકની લાગણી ફેલાઇ છે.
ફ્રેન્ડશિપ ડે હોય શિક્ષક સાથે વિદ્યાર્થીઓ કેનાલ પાસે ફોટા તેમજ સેલ્ફી પાડવા ગયા હતા. મરણ જનાર વિધાર્થીનું નામ ઉર્વેશ ઇમરાનખાન પઠાણ છે.