ગાંધીનગર: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર ભાજપ સાંસદોએ  મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.  પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના તમામ સાંસદો દિલ્હી સત્રમાંથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી.


ભાજપના તમામ પાટીદાર સાંસદો ગાંધીનગર પહોંચ્યા હતા.  ભાજપના પાટીદાર સાંસદોની એક સાથે મુખ્યમંત્રીને  રજુઆત કરવામાં આવી હતી.  ભાજપના તમામ પાટીદાર સાંસદોએ  CM ભુપેન્દ્ર પટેલને મળવા ગાંધીનગર પહોંચ્યાં હતા.  પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા સાંસદોની રજુઆત છે.  રમેશ ધડુક,  મોહન કુંડારિયા,  શારદા બેન પટેલ,  એચ.એસ પટેલ,  મિતેષ પટેલ હાજર રહ્યા હતા. 


મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે મુલાકાત બાદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, સરકાર સાથે પાટીદાર યુવાનો પર કરેલા કેસો પરત લેવાની વાત થઇ છે. સરકાર દ્વારા કેસ પરત લેવાની પ્રક્રિયા હોય છે. માટે યોગ્ય સમયે આ અંગે સરકાર પોતાનું કામ કરશે.  આજે સાંસદો અને મુખ્યમંત્રીની સુચક મુલાકાતમાં પાટીદાર આંદોલન સમયના કેસો પરત ખેંચવાનો મુખ્ય મુદ્દો હતો. આ દરમિયાન સાંસદ મિતેશ પટેલે પણ જણાવ્યું હતું કે, સરકારે અમને સંપૂર્ણ આશ્વાસન આપ્યું છે કે, આગામી સમયમાં પાટીદારો સામે કરવામાં આવેલા કેસો સત્વર સમયે પાછા ખેંચવામાં આવશે.


અગાઉ પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા સ્વર્ણિમ  સંકુલ   પહોંચ્યા હતા. મુલાકાત બાદ સિદસર સ્થિત સંસ્થાના જયરામ પટેલે કહ્યુ હતું કે, મુખ્યમંત્રીને શુભેચ્છાઓ આપી છે. કોઈ એજન્ડા હેઠળની આ મુલાકાત નથી.


ગુજરાતમાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા, દેશમાં કુલ કેસની સંખ્યા 25 થઈ


ગુજરાતના જામનગરમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણનો એક કેસ નોંધાયો હતા. હવે જામનગરમાં વધુ બે ઓમિક્રોન પોઝિટીવ દર્દીઓ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.   ગુજરાતમાં ઓમિક્રોન વાયરસના કેસની સંખ્યા 3 પર પહોંચી છે જ્યારે દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 25 પર પહોંચી ગઈ છે. જામનગરમાં જ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો હવે આજે નવા 2 કેસ નોંધાયા છે. 



નોંધનીય છે કે રાજ્યમાં ઓમિક્રોનનો  પ્રથમ કેસ પણ જામનગરમાં જ નોંધાયો હતો. જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ  આફ્રિકાથી પરત ફર્યાં હતા. જેનો કોરોના રિપોર્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.જે પોઝિટિવિ આવતાં ગુજરાતમાં પ્રથમ ઓમિક્રોનનો કેસની પુષ્ટી થઇ હતી.