અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાની ડૉક્ટરને ધમકી આપ્યાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. અમરેલીના સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલના એક તબીબ અને તેના ઉચ્ચ અધિકારી સાથેની વાતચીતની એક ઓડિયો ક્લીપ સોશલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં અમરેલીના સાંસદ નારણ કાછડીયા સામે અમરેલીના મેડિકલ ઓફિસર ડોક્ટર હાર્દિકને ટોર્ચર કરવી જોઈ લેવાની ધમકી આપતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
વાયરલ ઓડિયો ક્લિપની એબીપી અસ્મિતા કોઈ પુષ્ટી નથી કરતુ. પરંતુ ઓડિયો ક્લિપમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં દાખલ કરવા માટે સાંસદે ફોન પર ધમકી આપીને ટોર્ચર કર્યા છે.
મળતી જાણકારી અનુસાર, નારણ કાછડિયાએ સાવરકુંડલાના મેડિકલ ઓફિસરને ફોન કર્યો હતો અને 60ના બદલે 96 ઓક્સિજન લેવલ વાળા કોરોનાના દર્દીને પહેલા સારવાર આપવા માટે દબાણ કર્યું હતું.
આ સાથે જ સાંસદે ડોક્ટરને હું તને જોઈ લઈશ જેવા શબ્દોનો ઉપયોગ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, નારણ કાછડિયાએ જ્યારે મેડિકલ ઓફિસરને ફોન કરીને આ મામલે ફરિયાદ કરી હતી. જો કે, ઉપરી અધિકારીઓ જ્યારે સાવરકુંડલાના મેડિકલ ઓફિસરને ફોન કરીને સમગ્ર મામલે પૂછપરછ કરતા વિવાદ સામે આવ્યો છે. તો આ વાતચીતનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો.
જો કે સમગ્ર કથિત વાયરલ ઓડિયો ક્લિપને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે હાલમાં ઈમરજંસીની સ્થિતિ છે. ઈમરન્સીમાં દર્દી આવે તો દર્દીના પરિવારજનો પણ ઘણી વખત ધમકી કે દબાણ કરતા હોય છે. કેટલીક વખત તો સાંસદો અને ઉચ્ચ અધિકારીઓ પર કામનું વધુ ભારણ હોવાથી આવુ બની શકે છે. પરંતુ બાદમાં ગુસ્સો શાંત પડ્યા બાદ તેઓ માફી પણ માગી લેતા હોય છે. તેથી આવી ધમકી કે પ્રેશરને ધ્યાને ન લેવુ જોઈએ.
Surat: પરિવારે બાકી બિલ ન ભરતા હોસ્પિટલે મૃતદેહ રસ્તા પર રઝળતો મુકી દીધો, CCTV ફૂટેજ આવ્યા સામે