JP Nadda Gujarat Visit: સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર રાજકોટમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા રાજકોટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભાજપના રાજ્યસ્તરના જન પ્રતિનિધિનું સંમેલન મળ્યું હતુ. વિધાનસભાની ચૂંટણી પહેલા જન પ્રતિનિધિ સંમેલનમાં ભાજપનું શક્તિપ્રદર્શન જોવા હતું.


 




રાજકોટના સમલેનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા, મુખ્યમંત્રી,પ્રદેશ પ્રમુખ, રાજ્ય સરકારના મંત્રીઓ, સનગઠનના હોદેદારો, ધારાસભ્યો, સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં પ્રદેશ ભાજપના પ્રમુખે નામ લીધા વિના કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. કેટલીક પાર્ટીઓના નેતાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. કેટલાક લોકો નોકરીઓની વાતો કરે છે. અહીં દેશભરમાંથી લોકો નોકરીઓ મેળવે છે. ગુજરાતનો વિકાસ એટલો કે રોટલો અને ઓટલો બન્ને મળે છે. ગુજરાની પ્રજાને મફતની રેવડી ખાવાની કોઈ આદત નથી. સીઆર પાટિલે રાજકોટમાં કેજરીવાલ પર આકરા પ્રહારો હતા. તો રાજ્યના મુખ્યમંત્રીએ પણ રાજ્યના વિકાસની વાત કરી હતી.


રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડાએ કહ્યું આ સંતોની ભૂમિ છે. કોરોનામાં આખા દેશના અલગ અલગ પાર્ટીના લોકો ઘરમાં બેસી ગયા હતા ત્યારે તમે લોકો વચ્ચે સેવા કરતા હતા. લોકોની યાદ શક્તિ ખૂબ જ ઓછી હોય છે. વેક્સિનેશનને યાદ કરો અમુક લોકો ખોટી અફવાઓ ફેલાવતા હતા. નવ મહિનામાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને બબ્બે વેક્સિન અપાવી હતી. આ ઉપરાંત જેપી નડ્ડાએ એક રોડ શો પણ કર્યો હતો.


પાટીલે કહ્યું, કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે


ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ફરી એકવાર કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમજ દાવો કર્યો છે કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે અને ગુજરાતના ખેડૂતો ખુશ છે. ત્યારે હવે પાટીલના નિવેદન સામે આપના નેતા અને  આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. 


તેમણે કહ્યું કે, મારી આ બંને નિવેદનો મુદ્દે પાટીલજીને ચેતવણી છે, કયા આધારે તમે કહો છો ગુજરાતના ખેડૂતો ખુશ છે. ખેડૂતો દેવામાં છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને તમે જુઠ્ઠ ફેલાવો છો. તેમણે કેજરીવાલ પર આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, અમે દિલ્લી અને પંજાબમાં 300 યુનિટ વીજળી ફ્રી આપી છે અને ગુજરાતમાં પણ આપી છે. આમાં ક્યાં ગેરમાર્ગે દોરવાની વાત છે. તમને ખુલ્લી ચેલેન્જ છે. આવો ખુલ્લીને ડિબેટ કરીએ. તમે તૈયાર થઈ જાવ. તમે કહેશો તે દિલ્લીના નેતા ડિબેટ કરશે. ડિબેટમાં મુદ્દાઓ મુકીશું અને ગુજરાતની જનતા વચ્ચે ડિબેટ કરીએ. ભાજપ ડરી ગઈ છે. મને ખબર છે કે, તમારા પણ ખૂબ દબાણ છે. તમે ગુજરાત હેન્ડલ નથી કરી શક્યા. તમે ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દો. 


આજે અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર પ્રતિક્રિયા આપતાં સી.આર. પાટીલે કહ્યું કે, મારે એમના માટે કંઇ કહેવાની જરૂર જોતો નથી. પરંતુ મારી આપના માધ્યમથી એટલી રિક્વેસ્ટ છે કે ખોટું બોલવાનું બંધ કરી દે. લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. ગુજરાતના લોકો આવી રેવડીથી ક્યારેય ટેવાયેલા નથી.  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વડોદરા આવી રહ્યા છે. જો કે તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ સામે આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી એક ટ્વીટના કારણ રાજકારણ ગરમાયું છે. ઈસુદાન ગઢવીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે.









ગુજરાતમાં અત્યાર સુધી ટીવી મીડિયાને ધમકીઓ આપીને અમારા પ્રવક્તાઓને ડિબેટ કરતા અટકાવનાર ભાજપે હવે કેજરીવાલ જીનો બરોડામાં કાર્યક્રમ ન થયા તે માટે 13થી વધુ સભા સ્થળના માલિકોને જગ્યા નહીં આપવાની ધમકી આપીને બુકિંગ કેન્સલ કરાવ્યું છે. ! કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયેલી ભાજપ હવે ગુસ્સે ભરાઈ છે.