Diu Election result: દીવ નગર પાલિકાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 15 વર્ષ બાદ દીવ પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. છેલ્લા 15 વર્ષથી દીવ પાલિકા પર કોંગ્રેસનો કબ્જો હતો. દીવમાં કુલ 13 વોર્ડ પૈકી 7 વોર્ડનું પરિણામ આવ્યું છે. તમામ સાતેય બેઠક ભાજપે જીતી છે. જયારે 6 વોર્ડ પહેલા જ ભાજપે બિન હરીફ કબ્જે કર્યા હતા. ભાજપના 6 સભ્યો બિનહરીફ થયા હતા. આમ દીવ પાલિકાની તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે.
મિશન ગુજરાતને લઈને ભાજપ એક્શનમાં
સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે. ચૂંટણીની તૈયારીને અનુલક્ષીને ભાજપની કારોબારી બેઠક યોજાવાની છે. આ માટે ઇન્ટરનેશનલ કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારોબારીમાં પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે. બેઠક વ્યવસ્થામાં ટેબલ પર હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ચણા, કાજુ, બદામ, દ્રાક્ષ અને ચોકલેટની વ્યવસ્થા રાખવામાં આવી છે. ગુજરાત ભાજપની આજે સુરતમાં પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે. સરસાણા ડોમ ખાતે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.
સરસાણા કન્વેન્શન હોલમાં ભવ્ય મહેમાનગતી કરવામાં આવશે. સુરત ખાતે યોજાનારી ભાજપ પ્રદેશની કારોબારી બેઠક્માં આમંત્રિત મહેમાનો પૈકી ૭૦૦થી વધુ સભ્યોનું રજસ્ટ્રેશન થઇ ગયું છે. ૯મી જુલાઇના રોજ સરસાણા કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી પ્રદેશ કારોબારી બેઠક વિશિષ્ટ બનાવવામાં આવશે. તે માટેની તૈયારીઓ સુરત શહેર ભાજપ દ્વારા કરવામાં આવી છે.
બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ૨૬ સાસદો, ૧૧૦ ધારાસભ્યો, શહેર અને જિલ્લાના પ્રમુખ અને મેયર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. એક હજારથી વધુ લોકોને બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. તે પૈકી ૭૧૪ જેટલા સભ્યોનું રજસ્ટ્રેશન થઇ ગયું છે. સુરત શહેર ભાજપ દ્વારા અપેક્ષિત મહેમાનોની રહેવા સહીતની વ્યવસ્થા કરવામાં આવી છે. 9મી જુલાઇ એટલે કે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો અધ્યક્ષ સ્થાને બેઠક મળશે. આ દરમિયાન સાંસદ ધારાસભ્યો, શહેર જિલ્લા પ્રમુખ ને માર્ગદર્શન આપવામાં આવશે