ગાંધીનગરઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ લખપતમાં 11 ઈંચ અને વલસાડના કપરાડામાં નવ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીના સિઝનનો સરેરાશ 27.69 ટકા સુધી વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકામાં 0 થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.


રાજ્યના 69 તાલુકામાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 88 તાલુકામાં સિઝનનો પાંચથી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 51.84 ટકા વરસાદ વરસ્યો હતો.


કચ્છના લખપતમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય વલસાડના કપરાડામાં નવ ઇંચ, ધરમપુરમાં આઠ ઇંચ, તાપીના વ્યારામાં પોણા આઠ ઇંચ, નવસારીના વાંસદામાં પોણા આઠ ઇંચ, કચ્છના નખત્રાણામાં સાત ઇંચ,  સુરતના મહુવામાં સાડા છ ઇંચ, તાપીમાં ડોલવણમાં સાડા છ ઇંચ, જામનગરના જોડીયામાં સવા છ ઇંચ, નવસારીના ચિખલીમાં છ ઇંચ, તાપીના વાલોદમાં છ ઇંચ, દેવભૂમિ દ્ધારકા તાલુકામાં છ ઇંચ, કલ્યાણપુરમાં સાડા પાંચ ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં સવા પાંચ ઇંચ, સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ તાપીના નિઝરમાં પાંચ ઇંચ, ડાંગના વઘઇમાં પાંચ ઇંચ, દેવભૂમિ દ્ધારકાના ખંભાળિયામાં પાંચ ઇંચ, નવસારીના ખેરગામમાં પાંચ ઇંચ, સુરતના બારડોલીમાં પોણા પાંચ ઇંચ, જૂનાગઢના માણાવદરમાં પોણા પાંચ ઇંચ, નવસારી તાલુકામાં સવા ચાર ઇંચ, નર્મદાના સાગબારામાં સવા ચાર ઇંચ, સુરતના માંડવી, કચ્છના માંડવી, સુરત શહેર, છોટાઉદેપુરના બોડેલી, પોરબંદરના કુતિયાણા ચાર, દેવભૂમિ દ્ધારકાના ભાણવડ, જૂનાગઢના વંથલી, સુરતના પલસાણા, છોટાઉદેપુરના પાવી જેતપુર ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.


પંચમહાલના જાંબુઘોડામાં પોણા ચાર, જામગરના જામજોધપુરમાં પોણા ચાર ઇંચ, વલસાડના વાપીમાં પોણા ચાર ઇંચ, ગણદેવી, બાબરા, અમદાવાદ શહેરમાં પોણા ચાર ઇંચ, મુંદ્રા, ડાંગ, રાણાવાવ, શહેરામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. પારડી, હિંમતનગર, સંખેડા, જલાલપોરમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.