જામનગર અને ભાવનગરમાં સેન્સ પ્રક્રિયા બાદ રાજકોટમા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. હાલ સૌરાષ્ટ્રની ત્રણેય મહાનગરપાલિકા પર ભાજપનો કબજો છે . રાજકોટ મહાપાલિકામાં 18 વોર્ડ અને 72 બેઠક છે તો જામનગર મહાનગર પાલિકામાં 16 વોર્ડ અને 64 બેઠક છે. ભાવનગર મહાનગરપાલિકા 13 વોર્ડ 52 બેઠક માટે ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આજે અમદાવાદ મનપાની ચૂંટણી માટે પણ સેન્સ લેવાઈ રહી છે. જેમાં ઉમેદવારો માટે ભાજપે નિયમો બનાવ્યા છે. જે મુજબ સ્થાનિક અને જૂના કાર્યકરોને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉપરાંત રામમંદિર નિર્માણ નિધિમાં કરેલા સહયોગની વિગતો પણ દાવેદારોએ આપવાની રહેશે. તેમજ ટિકિટ લેવા ઇચ્છતા કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી કેટલા લોકોને લાભ અપાવ્યો તેની પણ વિગતો આપવાની રહેશે.