છોટાઉદેપુર: જિલ્લાની ક્વાંટ તાલુકા પંચાયતમાં ભાજપમાં બળવો થયો છે. BJPમાંથી બળવો કરનાર પિંટુ રાઠવા કોંગ્રેસના ટેકાથી પ્રમુખ બન્યા છે. ભાજપના 8 બળવાખોરને કોંગ્રેસના 10 સભ્યોએ સમર્થન આપ્યું હતું. તો બીજી તરફ પાર્ટી સામે બળવો કરનાર  8 બળવાખોર સદસ્યોને ભાજપે પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ કર્યા છે. હાલમાં ક્વાંટ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે.



(1) પીન્ટુભાઇ વિજયભાઈ રાઠવા સમલવાંટ તાલુકા પંચાયત સદસ્ય 
(2) ઈશ્વરભાઈ નાગલ્યા ભાઈ રાઠવા ડુંગર ગામ તાલુકા પંચાયતના સદસ્ય 
(3) સનિયાભાઈ સીમજીભાઇ ભીલ માણકા તાલુકા પંચાયત સદસ્ય 
(4) પારુલ બેન નવીનભાઈ પ્રજાપતિ મોટી ટોકરી તાલુકા પંચાયત સદસ્ય 
(5) સાગર કુમાર અંબુભાઈ વણકર પાનવડ તાલુકા પંચાયત સદસ્ય 
(6) વિનાબેન રસિકભાઈ રાઠવા રૂમડીયા તાલુકા પંચાયત સદસ્ય 
(7) કેવલીબેન જયંતીભાઈ રાઠવા શેરડીવાસણ તાલુકા પંચાયત સદસ્ય 
(8) રમીલાબેન સુખરામભાઈ રાઠવા ભુમસવાડા તાલુકા પંચાયત સદસ્ય 
આ તમામ તાલુકા પંચાયત સદસ્યોને ભાજપ જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે.


 




છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં ભાજપમાં બળવો થયો છે આજે યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડ ઉપર આવેલ ઉમેદવાર વિનાયક રાઠવા સામે ભાજપના જ પીન્ટુ વિજય રાઠવાએ ઉમેદવારી કરી હતી. જેમાં પીન્ટુ રાઠવાને ભાજપના 8 બળવાખોર અને 10 કોંગ્રેસના સભ્યોએ સમર્થન આપતા પીન્ટુ વિજય રાઠવા 26 પૈકી 19 મતોથી કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં એમાં પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાના હોમ ટાઉન એવા કવાંટ તાલુકા પંચાયતમાં ભાજપમાં ભંગાણ સર્જાતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જો કે બળવો કરી પ્રમુખ બનનાર પીન્ટુ વિજય રાઠવાએ તાલુકાના વિકાસ માટે બળવો કર્યાંનું કારણ જણાવી ભાજપ સાથે જ હોવાનો દાવો કર્યો છે.


બીજીત રફ 26 માંથી માત્ર 7 જ મત મેળવનાર ભાજપે રાષ્ટ્ર વિરોધી એવા કોંગ્રેસ પક્ષનો ટેકો લેનારાઓ બળવાખોરો સામે પક્ષાન્તર ધારા હેઠળ કાર્યવાહી કરવાની વાત કરી આક્રોશ વ્યક્ત કર્યો, તો ભાજપનાં બળવા કરનારાઓના સમર્થનમાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા પણ તાલુકા પંચાયતે પહોંચી વિજેતાઓનું સ્વાગત કર્યું અને ભાજપના રાષ્ટ્ર વિરોધીના આક્ષેપનો જવાબ આપ્યો છે. પ્રમુખ તરીકે બળવાખોર પીન્ટુ વિજય રાઠવા જીત્યા પરંતુ ઉપ પ્રમુખ તરીકે ભાજપના મેન્ડેડ ધારક સમદીબેન રાઠવા ચૂંટાઈ આવ્યા છે. ઉપ પ્રમુખને માત્ર ભાજપના 7 વોટ મળ્યા જ્યારે બળવાખોર  8 અને કોંગ્રેસના 10 સભ્યો તટસ્થ રહેતા ઉપપ્રમુખ તરીકે ભાજપના સમદીબેન રાઠવા જીત્યા છે.