Dharampur Election Result: સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે.  સવારથી જ ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. ધરમપુર નગર પાલિકા બીજેપી કબજે કરતી જોવા મળી રહી છે. અહીં કુલ 6 વોર્ડ છે જેમાં 24 બેઠકો આવેલી છે. અત્યાર સુધીના પરિણામો પર નજર કરીએ તો ભાજપને 16  બેઠકો મળી છે. જ્યારે અન્યના ફાળે 4 બેઠકો ગઈ છે. ધરમપુર ખાતે વોર્ડ નંબર-1માં ચારેય અપક્ષ ઉમેદવાર જીત્યા છે. આમ આ અપક્ષ ઉમેદવારો બીજેપી અને કોંગ્રેસ પર ભારે પડ્યા છે. અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ 901 બેઠક પર વિજય મેળવ્યો છે જ્યારે અત્યાર સુધીની મતગણતરીમાં કોંગ્રેસ 112 બેઠક પર વિજય મેળવ્યો છે.

Continues below advertisement




આ પણ વાંચો...


Surat Election Result: સુરત વોર્ડ નંબર 18 ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણે મારી બાજી