કોંગ્રેસને હવે સરદાર પટેલ યાદ આવ્યા; આલિયા, માલિયા કે જમાલિયાનું દેશમાં નહીં ચાલે: નીતિન પટેલ

ભાજપના સ્થાપના દિને કડીમાં કાર્યકર્તા સંમેલન, નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર.

Continues below advertisement

Nitin Patel: ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૪૬માં સ્થાપના દિવસ નિમિત્તે કડીમાં એક કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

Continues below advertisement

નીતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસને હવે રહી રહીને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે સમજી ગઈ છે કે દેશમાં માત્ર ગાંધીજી, ઇન્દિરાજી કે જવાહરલાલ નહેરુના નામથી તેમનું રાજ ચાલશે નહીં. જો કોંગ્રેસને દેશમાં ફરીથી બેઠા થવું હોય તો તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાનું નામ લેવું જ પડશે.

નીતિન પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે હવે આલિયા, માલિયા કે જમાલિયાનું નહીં ચાલે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરદાર પટેલનું નામ ડૂબતાને તણખલા સમાન સાબિત થયું છે, જે કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે.

આ ઉપરાંત, નીતિન પટેલે કોંગ્રેસની નીતિઓને દેશવિરોધી ગણાવી હતી. તેમણે વકફના કાયદા અંગે પણ ટિપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે આશ્ચર્યની વાત છે કે જે ઇસ્લામિક દેશોમાં વકફનો કાયદો નથી, તે આપણા દેશમાં હતો. તેમના આ નિવેદનોથી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નીતિન પટેલે પોતાના ભાષણમાં કોંગ્રેસની ભૂલો અને ભાજપ સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી અને કાર્યકર્તાઓને પાર્ટીને વધુ મજબૂત કરવા માટે આહ્વાન કર્યું હતું.

નોંધનીય છે કે, અમદાવાદમાં મંગળવાર (8 એપ્રિલ, 2025) ના રોજ બે દિવસીય કોંગ્રેસ અધિવેશન શરૂ થયું હતું. પહેલા દિવસે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.

સભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસ પ્રમુખ બનવાની શતાબ્દી છે. ડિસેમ્બર 1924માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મારા ગૃહ રાજ્ય કર્ણાટકમાં બેલગાવ કોંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષ બન્યા હતા. અમે 26 ડિસેમ્બરે કર્ણાટકમાં આ શતાબ્દી ઉજવી હતી. ગુજરાતની ધરતી પર જન્મેલા ત્રણ મહાનુભાવોએ કોંગ્રેસનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છ. દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ – આ બધા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા.

ખડગેએ કહ્યું કે ગાંધીજીએ આપણને અન્યાય સામે સત્ય અને અહિંસાનું શસ્ત્ર આપ્યું હતું. આ એટલું મજબૂત વૈચારિક શસ્ત્ર છે કે કોઈ પણ શક્તિ તેની સામે ટકી શકતી નથી. આજે કોમી વિભાજન કરીને દેશના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ Oligarchic Monopoly દેશના સંસાધનો કબજે કરીને શાસનને નિયંત્રિત કરવાના માર્ગ પર છે.

Continues below advertisement
Sponsored Links by Taboola