રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં યુવા ભાજપના આગેવાન અને વેપારી પર પૈસાના હપ્તાની વસૂલી બાબતે હુમલો કરવામાં આવ્યો છે.  હપ્તા વસૂલી માટે આવેલ શખ્શો પર હુમલો  કર્યો.  જેમાં આ થયેલા હુમલામાં મામલો ભાયાવદર પોલીસ સ્ટેશનને પહોંચ્યો છે. 


મોબાઇલની દુકાન ધરાવતા અને ભાયાવદર શહેર ભાજપ અગ્રણી હાર્દિક રામાણીએ ભાયાવદર પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ACના ફાઇનાન્સના હપ્તા ચૂકી ગયા બાદ હપ્તો ઉઘરાવવા માટે આવેલ શખ્સો દ્વારા બબાલ કરવામાં આવી હતી. 


ઉઘરાણી કરનાર વ્યક્તિઓએ ગાળાગાળી કરી હતી.  મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.  ભાયાવદર પોલીસે કલ્પેશ બારોટ, મયંક વાડોદરિયા અને પ્રકાશ ઉર્ફે કારો જોગલ નામના ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે.  સમગ્ર મામલે ભાયાવદર પોલીસે બબાલ સર્જનાર વ્યક્તિઓને હસ્તગત કરવાની કામગીરી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.  


ભાયાવદર શહેરમાં બનેલી આ  હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત  હાર્દિક રામાણીને ભાયાવદર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તરફ હાર્દિકે સારવાર બાદ તમામ ઇસમો સામે  ભાયાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને લઈ  ભાયાવદર પોલીસે સીસીટીવી અને  ફરિયાદને આધારે આ સમગ્ર  મામલે વધુ તપાસ હાથ ધરી છે. 


Gujarat: રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવુ રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?


હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ જ આગાહી નથી.  તાપમાન પણ યથાવત રહેશે. અરબી સમુદ્રમાંથી પવન ફુકાવાના કારણે રાજ્યમાં તાપમાનમાં એકાદ ડિગ્રી વધઘટ રહેશે. અમદાવાદ શહેરનું તાપમાન 41 ડિગ્રીને આસપાસ રહેશે.  રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે  વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી છે. મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે. 


હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિટવેવની આગાહી નથી હવામાન વિભાગે આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેશે. 


રાજ્યમાં ઉનાળાની શરુઆતથી જ  કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. આ દરમિયાન હવે કમોસમી વરસાદની કોઈ આગાહી ન હોવાના કારણે ખેડૂતોને રાહત થશે. ત્યારે બીજી તરફ હિટવેવની પણ આગાહી ન હોવાથી લોકોને રાહત અનુભવાશે.