વિસનગરઃ વડનગર રોડ પરથી અજાણી શખ્સની લાશ મળી, હત્યાની આશંકા
abpasmita.in | 05 Nov 2016 02:36 PM (IST)
વિસનગરઃ વડનગર રોડ પર એક અજાણ્યા શખ્સની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. લાશના માથાના ભાગે ભારે હથિયાર વડે ઘા માર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીસનગર પોલીસ આઘટના બાદ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.