લીંબડી બેઠક પર ભેંસજાળ ગામમા બોગસ મતદાન થઈ રહ્યુ હોવાનો કૉંગ્રેસનાં ઉમેદવાર ચેતન ખાચરને આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસનાં એજન્ટોને મતદાન મથકમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લીંબડી બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે આરોપ લગાવ્યો છે કે, લીંબડીના 5 થી 6 ગામોમાં બોગસ વોટિંગ ભાજપ કરી રહ્યુ છે. આ મામલે રજૂઆત કરવા ચેતન ખાચર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા.


આજે ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર નોંધાયું છે. ડાંગમાં બપોરના 3 વાગ્યા સુધીમાં 66.24 ટકા મતદાન થયું છે. સૌથી ઓછુ મતદાન ધારી બેઠક પર નોંધાયું છે.

ધારીમાં 33.07 ટકા, ગઢડામાં 38.06 ટકા, ડાંગમાં 66.24 ટકા, અબડાસામાં 38.41 ટકા, મોરબીમાં 41.67 ટકા, લિંબડીમાં 44.72 ટકા, કરજણમાં 40.64 ટકા અને કપરાડા બેઠક પર 51.69 ટકા મતદાન નોંધાયું છે.