નવસારી: નવસારીમાં બુટલેગરો દ્વારા પોલીસ પર રૂપિયાનો વરસાદ કરવાના મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  PSI ગોસ્વામી વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.  ટ્રાફિક DCP અમિતા વાનાણીએ તપાસ કરવામા માટે આદેશ આપ્યા છે.  રીજીયન 3 ટ્રાફિક ACP બીએસ મોરીને તપાસ સોંપવામાં આવી છે.  તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા આદેશ કર્યો છે.  


વર્દીમાં આ રીતે સ્ટેજ પર જઈ સેલિબ્રેશન કરતા પોલીસની છબી ખરડાઈ છે.  ઓન ડ્યુટી હતા કે રજા લઈ કાર્યક્રમમાં ગયા હતા કે કેમ તે તપાસવામાં આવશે. 
નવસારીમાં સાઈ મંદિરના લાભાર્થે યોજાયેલા ડાયરામાં પોલીસ પર બુટલેગર દ્વારા રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.  


સાઈ મંદિરના પાટોત્સવ નિમિત્તે યોજાયેલા ડાયરામાં PSI એસ. એફ. ગોસ્વામી બૂટલેગરો સાથે સ્ટેજ પર  જોવા મળ્યા હતા. ભજનિક ઉપર રૂપિયા ઉડાવતા PSI ગોસ્વામી સાથે નવસારીના લિસ્ટેડ બુટલેગરો લાલો, દીપક ઉર્ફે કાલે બાબા પણ સ્ટેજ પર જોવા મળ્યો હતો.  


બુટલેગર દીપક ઉર્ફે કાલે બાબાએ PSI ગોસ્વામી ઉપર રૂપિયા ઉડાવ્યા હતા.  લિસ્ટેડ બુટલેગર લાલા પટેલ PSIનો વીડિયો ઉતારતા પણ જોવા મળ્યો હતો. PSI ગોસ્વામી અને બુટલેગરોનો ડાયરામાં રૂપિયા ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 


ગુજરાતમાં  બુટલેગરો અને પોલીસ એક મંચ પર જોવા મળે ત્યારે બધાને આશ્ચર્ય થાય. નવસારીમાં એક ભજનના કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા PSI અને કથિત બુટલેગર ડાયરામાં એક સાથે મંચ પર જોવા મળ્યા હતા. કથિત બુટલેગરે PSI પર પૈસા ઉડાવ્યા હતા.  PSI પર બુટલેગરોએ રૂપિયાનો વરસાદ કર્યો છે. સોશિયલ મીડિયામાં નવસારીનો વીડિયો  વાયરલ થયો હતો.  સાઈ મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા ડાયરામાં પીએસઆઈ પર રુપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.  જેમાં મંચ પર જોવા PSI એસ. એફ. ગોસ્વામી અને બુટલેગર દીપક ઉર્ફે કાલે બાબા અને લાલો જોવા મળ્યા હતા.  PSI ગોસ્વામીએ ભજનિક પર રૂપિયા ઉડાવતા જોવા મળ્યા હતા. બાદમાં બુટલેગર દીપક ઉર્ફે કાલે બાબાએ પણ PSI પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.   



નવસારીમાં સાંઈ મંદિરના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં  કથિત બુટલેગરો દ્વારા  પીએસઆઈ પર  રુપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. લિસ્ટેડ બુટલેગરો દિપક ઉર્ફે કાલે અને  લાલા દ્વારા સુરત શહેરના ટ્રાફિક PSI એસ. એફ. ગોસ્વામી પર  રુપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.  વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.વીડિયોમાં PSI લોકોનું અભિવાદન કરતાં અને કથિત બુટલેગરો દ્વારા તેમના પર નોટો વરસાવવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પોલીસ અને બુટલેગરો વચ્ચેની આ પ્રકારની મિત્રતાથી ઘણા સવાલો ઊભા થયા છે. ત્યારે હવે આ કેસમાં પોલીસે તપાસના આદેશ આપ્યા છે.