બોટાદઃ ગઢડા તાલુકાના નિગાળા ગામે યુવાન વૃક્ષ કાપતાં નીચે પટકાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાન કટરથી વૃક્ષ કાપતો હતો, તેવામાં વૃક્ષ યુવાન પર પડતા યુવાન જમીન પર પટકાયો હતો. જમીન પર યુવાન પડતા યુવાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. 


નિગાળા ગામનો મકોડભાઈ સાથળીયા (ઉ. ૨૬)નું વૃક્ષ કાપતાં મોત થયુ હતું. આ યુવાન મજુરી કામ કરતો હતો અને વૃક્ષ કાપવાનું કામ રાખ્યું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. ગઈ કાલે સાંજના ૫ કલાક આજુબાજુના ઘટના બની હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.