BOTAD : જમીન પચાવી પાડવાના કેસમાં બોટાદ પોલીસે મોટી કાર્યવાહી  કરી છે. જમીન પચાવી પાડવા મુદ્દે બોટાદ પોલીસે બે શખ્સોને બોટાદ સહિત 6 જિલ્લામાંથી તડીપાર કર્યા છે. બોટાદ પોલીસે વલુંભાઈ બોળીયા અને રાણાભાઈ બોળીયાનામના બે ભાઈઓને  બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટમાંથી તડીપાર કર્યા છે. આ બંને વિરુદ્ધ જમીન પચાવી પાડવાના અલગ અલગ કેસો નોંધાયેલા છે. 


રાજ્યના IAS અધિકારી પર CBIએ પાડ્યા દરોડા 
CBIની  ટીમે ગાંધીનગરમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. આઈએએસ કે. રાજેશને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આઈએએસ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીની CBI ટીમે દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. નોંધનિય છે કે, કે. રાજેશ સુરેન્દ્રનગર કલેક્ટર રહી ચૂક્યા છે. આ દરોડ મોડી રાતે પાડવામાં પાડવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના વતની અને વર્ષ 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે કે. રાજેશ. આ કાર્યવાહી ગાંધીનગર, સુરત અને સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે. આ ઉપરાંત બંદૂક લાયસન્સ માટે મંજૂરી આપવામાં પણ લાંચ લીધી હોવાનો આરોપ આઈએએસ ઉપર લગાવવામાં આવ્યો છે.


લાલુ યાદવના 17 સ્થળો પર CBIના દરોડા, ભ્રષ્ટાચારનો આરોપ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે, જેઓ હાલમાં જ ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર જેલમાંથી મુક્ત થયા છે. CBI ભ્રષ્ટાચારના કેસમાં તેમના ઘણા સ્થળો પર દરોડા પાડી રહી છે. સીબીઆઈની ટીમ પટનામાં પૂર્વ સીએમ અને લાલુ યાદવની પત્ની રાબડી દેવીના ઘરે પણ પહોંચી ગઈ છે.


જ્ઞાનવાપી કેસની  સુનાવણી  હવે વારાણસી જિલ્લા કોર્ટમાં થશે 
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસને જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પક્ષકારોને કહ્યું કે આ મામલો અમારી પાસે પેન્ડિંગ રહેશે, પરંતુ તમે પહેલા ડિસ્ટ્રિક્ટ જજ પાસે જાઓ અને ત્યાં દલીલ કરો. અમારી પાસે તમારા માટે વધુ તક હશે.