Gujarat Rain Forecast: હાલ દેશમાં વરસાદ લાવતી 2 સિસ્ટમ સક્રિય છે.  વેલમાર્ક લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફરેવાઇ ગયું છે. જ્યારે  રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમ વોલમાર્ક લો પ્રેશર એરિયા બની ગઇ છે. બે સિસ્ટમ  મજબૂત બની ગઇ છે. જો કે આ બે સિસ્ટમ મજબૂત હોવા છતાં પણ ગુજરાતમાં હાલ મોનસૂન પર બ્રેક લાગી છે. આ મજબૂત સિસ્ટમ ગુજરાતમાં નહિ પરંતુ ઉત્તર ભાર અને મધ્ય ભારતમાં વરસાદ લાવશે. આગામી એક સપ્તાહ ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે.

Continues below advertisement


ઉલ્લેખનિય છે કે, ગત વરસાદના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના   ભાવનગર, કચ્છ, બોટાદ અમરેલીમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં  સારો વરસાદ વરસ્યો છે.  જો કે હવે ગુજરાતમાં વરસાદ લાવતી કોઇ સિસ્ટમ રાજ્ય પર ન હોવાથી  વરસાદ પર બ્રક લાગી છે.


ફરી રાજ્યમાં ક્યારથી શરૂ થશે વરસાદ


હવામાન વિભાગના અનુમાન મુજબ  ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ 23 જુલાઇ બાદ શરૂ થશે. એક સપ્તાહ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 23 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આવનારા 10 દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.  મોન્સૂન ટ્રફ હિમાલય તરફ આગળ વધતા  રાજયમાં એક સપ્તાહ વરસાદની શક્યતા નહિવત છે.  એક દિવસમાં ગરમીનો પારો 2.7 ડિગ્રી વધીને 36 ડિગ્રી પર પહોંચ્યો છે હજુ પણ ગરમી વધવાની શક્યતા છે.  હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કચ્ચમાં ગરમીનો પારો 2થી3 ડિગ્રી વધી તેવી શક્યતા વ્યક્ત કરી છે.


એક સાથે બે સિસ્ટમ મજબૂત થતાં મઘ્યપ્રદેશના  વિવિધ સ્થળોએ છૂટછવાયો  વરસાદ પડી રહ્યો છે. હવામાનશાસ્ત્રીઓના મતે, બુધવાર-ગુરુવારે રેવા, શહડોલ, ગ્વાલિયર, ચંબલ અને સાગર વિભાગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.રાજસ્થાન રણમાં ચોમાસુ  પૂરજોશમાં જામ્યુ  છે.  રાજસ્થાનમાં 16 જુલાઈના રોજ ભારે વરસાદ પડવાની શક્યા છે. આજે હવામાન વિભાગે ભરતપુર, કોટા, ઉદયપુર અને બિકાનેર વિભાગના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.  આ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.