વડોદરામાં ગોત્રી વિસ્તારમાં રહેતા સોલંકી પરિવારની 44 વર્ષિય દીકરીનું ઓચિંતુ નિધન થતાં પરિવાર શોકમગ્ન બની ગયો છે. સોલંકી પરિવારની દિકરીના લગ્ન 1 માર્ચે થયા હતા. ત્રણ દિવસ બાદ તેમની વિદાય હતી. જો કે દીકરીને સાસરે વિદાય આપવાની તૈયાર થતી હતી અને અચાનક એવી અણધારી ઘડી આવી ગઇ કે, પરિજનો  તેમને અંતિમ વિદાય આપવા મજબૂર બન્યા. શું છે સમગ્ર ઘટના જાણીએ...


વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા સોલંકી પરિવારની દીકરીનું અણધાર્યું નિધન થઇ જતાં પરિવાર સ્તબ્ધ છે. સોલંકી પરિવારની દીકરીના લગ્ન 1 માર્ચે થયા હતા. ત્રણ દિવસ બાદ દીકરીની વિદાય હતી. પરિવાર દીકરીને સાસરે વળાવવાની તૈયારી કરતો હતો અને અચાનક જ દીકરીને ચક્કર આવતા તે પડી ગઇ. પરિવાર તેમને તાબડતોબ SSG હોસ્પિટલ લઇ ગયો પરંતુ સારવાર દરમિયાન યુવતીનું મૃત્યું થયું. હાલ કોરોના કાળના કારણે મૃતક યુવતીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. મૃતક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.