અરવલ્લીઃ મોડાસાના મેઘરાજ રોડ બાય પાસે આવેલા ઉત્સવ વેલી રેસિડન્સીમાં એક જ રાતમાં 17 મકાનોના તાળા તુટ્યા હતા. દિવાળીના નાના વેકેશનમાં લોકો પ્રવાસ કરવા નીકળી પડતા હાયો છે. ત્યારે તસ્કરો આનો લાભ લઇને મોટી સંખ્યામાં બંધને ટાર્ગેટ બનાવતા હોય છે. આ સિવાય મોડાસામાં પણ એક જ રાતમાં 4 મકાનોના તાળા તોડી તસ્કરોએ લાભા પંચમનું મુહૂર્ત કર્યું હતું. આમ એક જ રાતમાં શહેરમાં 21 બંધ મકાનોના તાળા તુટતા પલોસી ઉઘતી ઝડપાઇ હતી. આ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે એફએસએલ અને ડોગ સ્કોર્ડને બોલાવીને તપાસ હાથ ધરી હતી.