ભાઈ-બહેનના  સ્નેહનો પવિત્ર તહેવાર એટલે રક્ષા બંધન.  જ્યારે રક્ષાબંધનની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થતી હોય છે બહેન ભાઈને હાથમાં રક્ષાસુત્ર બાંધી તેની રક્ષાનું પ્રાણ લે છે. જ્યારે  ભાઈ પોતાની બહેનને ભેટ આપતો હોય છે.  ત્યારે એક ભાઈએ તો  પોતાની બહેનને જીવનની ભેટ આપી છે.  જિંદગીની ભેટ કરતાં વધુ મૂલ્યવાન ભેટ બીજી કોઈ ના હોઈ શકે.  ભાઈને પોતાની બહેનને કિડની ડોનેશન કરી આપી જીવનની ભેટ. આ એવી ભેટ છે જે આ ભાઈ-બહેન હંમેશા વાગોળશે કારણકે તેમનું બંધન હવે માત્ર લોહી પૂરતું જ નથી રહ્યું, તેઓ કિડનીથી જોડાઈ ગયા છે.


સામાન્ય રીતે રક્ષાબંધનમાં બહેન ભાઈનાં કાંડે રાખડી બાંધી તેની સુરક્ષાની પ્રાર્થના કરે છે. અને ભાઈ આજીવન બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ત્યારે આ કિસ્સામાં વાત એક એવા ભાઈની કે જેણે સાચા અર્થમાં બહેનની રક્ષા કરવાનું વચન નિભાવ્યું છે.  બહેને બાંધેલી રાખડીનાં બદલામાં પોતાની કિડની આપીને તેનો જીવ બચાવ્યો છે. 


આ કિસ્સો દાહોદના સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા રંજનબેનનો છે. રંજનબેન સુનિલભાઈ નંદા પોતાના પતિ અને દીકરી સાથે રહે છે.   રંજનબેન સુનિલકુમાર નંદા તેઓને સામાન્ય તાવ આવતા તેઓની સારવાર દાહોદ સિવિલમાં કરવામાં આવી હતી.  ડોક્ટર દ્વારા વધુ સારવાર માટે કહ્યું હતું અને રંજનબેન પોતાના  પતિ  સાથે વડોદરા અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તમામ તપાસ  કરાવી હતી.  ડોક્ટર તપાસમાં તેઓની બંને કિડનીની  ફેલ થઈ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.  ત્યારબાદ ડાયાલીસીસ કરાવવાનું શરૂ કર્યું હતું. જો કે ડોક્ટરોએ તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હોવાનું જણાવતા તેમના અને પરિવારજનોનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 


તાત્કાલિક કિડની બદલવી જરૂરી હતી.પરંતુ તે મળવાના કોઈ એંધાણ દેખાતા નહોતા. પોતાનો જીવ બચશે કે કેમ તેની ચિંતા રંજનબેનને પણ સતાવી રહી હતી. તેવામાં અમદાવાદમાં રહેતા  તેમના ભાઈ ચંદ્રકાંતભાઈ મારવા કે તેઓને પોતાની  બહેનની કિડની ફેલ થયા હોવાના સમાચાર મળતા તેઓએ પોતાની કિડની આપવાનો નિર્ણય કર્યો હતો.  




રંજનબેનના 4 ભાઈ અને બે-બે બહેન છે.  જે  ચોથા નંબરના ભાઈ  ચંદ્રકાંત ભાઈ મારવાની  તમામ પ્રોસેસ બાદ ચંદ્રકાંત ભાઈએ પોતાની બહેન રંજનબેન નંદાને પોતાની એક કિડની આપી જીવ બચાવ્યો.  આજ વાતને   5 વર્ષ પૂર્ણ થઇ ગયા છે.   5 વર્ષ બાદ   બહેન અને  તેમનો  જીવ બચાવનારા ભાઈની તબિયત બિલકુલ સ્વસ્થ છે. રંજન બહેન કહે છે કે જ્યારે રક્ષાબંધન કે ભાઈબીજનો તહેવાર આવે ત્યારે તેમની ખૂબ યાદ આવે. કારણ આ તહેવારોમાં બહેન ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પણ તેનાથી ઉલટું મારા ભાઈએ કિડની આપીને મારી રક્ષા કરી છે.આ ઋણ ક્યારેય ચૂકવી શકાય નહી.   જો કે આ જન્મમાં તો ભાઈએ આપેલી આ કુરબાનીનું ઋણ ચૂકવવું અશક્ય છે.