Accident: અરવલ્લીના ડુંગરપુરના વીંછીવાડાથી શામળાજી વચ્ચે રોંગ સાઇડમાં આવતી ખાનગી બસે કારને ટ્કકર મારતા 4 યુવકના મોત નિપજ્યાં છે. અકસ્માત ઉદેપુર-અમદાવાદ હાઇવે પર શામળાજીથી 6 કિલોમીટર દૂર સર્જાયો હતો. રોંગ સાઈડ જતી કાર ખાનગી ટ્રાવેલ્સ સાથે ટકરાઈ હતી.અકસ્માતમાં ગેડ,વેણપૂર,ખારી,પાંડરવાડા ગામના ચાર યુવકે જિંદગી ગુમાવી. અન્ય એક ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.
વીંછીવાડા પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી તરફ મહેસાણાની મોઢેરા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બાઇક પર આવી રહેલા બે યુવાનને અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા એક યુવાનનુ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ મહેસાણા મોઢેરા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બાઈક જઈ રહેલા બે યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બન્ને વાહન ચાલકો રોડ પર પટકાયા હતા. જેમાં એકનું મોત થયું જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત ભાજપ વોર્ડ 1ના કોર્પોરેટર અને બિલ્ડર અજિત ઈશ્વર પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ લેબર કોન્ટ્રાકટર અલ્પેશ ભાંભોર પર ફાયરિંગ કર્યું હતું. જોકે મિસ ફાયરિંગ થતાં મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા પાલ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી અને દિવ્યેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
ફાયરિંગની ઘટના ભેંસાણ રોડ પર આવેલ નિર્માણધીન ઈશ્વર કૃપા સોસાયટીના બાંધકામ સાઇટ પર બની હતી. બાંધકામ સાઇટ પર કામ પૂર્ણ થઈ જતા લેબર કોન્ટ્રાકટર પોતાના મજૂરોને અન્ય સાઇટ પર મુકી આવ્યો હતો. જેને લઇને દિવ્યેશ અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ દિવ્યેશ તમામ લેબરોને અન્ય સાઈટ પરથી ઈશ્વરકૃપા સોસાયટીની બાંધકામ સાઇટ પર લઇ આવ્યો હતો. લેબર કોન્ટ્રાકટર અન્ય કોન્ટ્રાકટર હેઠળ બાંધકામ સાઇટ પર કામ કરે છે. જ્યાં બિલ્ડર પુત્ર અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે થયેલ માથાકૂટ બાદ ફાયરિંગ કરાયું હતું.
મામલે મહિલાએ પોલીસમાં અરજી કરી હતી