અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્ય ચૂંટણીપંચે ત્રણ જિલ્લા પંચાયત બેઠકો અને 41 તાલુકા પંચાયત બેઠકો પર પેટાચૂંટણી જાહેરાત કરી હતી. આ પેટાચૂંટણી માટે 9 ડિસેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે.
17 ડિસેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે જ્યારે 29 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ જો પુનઃમતદાન યોજવું પડે તો તે 30 ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે 31 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજવામાં આવશે.
અમદાવાદ જિલ્લા પંચાયતની બે હેબતપુર અને શિયાળ બેઠક પર જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક પર ચૂંટણી યોજાશે.
ગુજરાતની 3 જિલ્લા પંચાયત અને 41 તાલુકા પંચાયતની કઈ તારીખે યોજાશે પેટાચૂંટણી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Dec 2019 08:10 AM (IST)
17 ડિસેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે જ્યારે 29 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ જો પુનઃમતદાન યોજવું પડે તો તે 30 ડિસેમ્બરના રોજ યોજાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -