સુરત કલેક્ટર તરીકે નિવૃત્ત થયા બાદ મહેન્દ્ર પટેલને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. ભૂતપૂર્વ આઇએએસ મહેન્દ્ર પટેલ અમદાવાદમાં ડેપ્યુટી કમિશ્નર ઉપરાંત કચ્છ અને સુરતમાં કલેક્ટર તરીકે ફરજ નિભાવી ચૂક્યાં છે. ભાજપના શાસન વખતે પટેલની ગણના ભાજપતરફી અધિકારી તરીકે થતી હતી. મહેન્દ્ર પટેલનો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ ઘરોબો છે. આમ મહેન્દ્ર પટેલને સીધું પ્રદેશ ઉપપ્રમુખ પદ આપીને ભાજપે તેમની સેવાની કદર કરી હોવાનું મનાય છે.
ઉંઝામાં કોંગ્રેસનાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું તે વખતે મહેન્દ્ર પટેલે ભાજપની ટીકીટ મેળવી ઉંઝા બેઠક પરથી ચૂંટણી લડવા પ્રયત્ન કર્યા હતાં પણ આશાબેન પટેલને ટિકિટનું વચન આપ્યું હોવાથી ભાજપે ટિકીટ આપી ન હતી. હવે પાટીલ પ્રમુખ બનતાં તેમણે પટેલને ઉપપ્રમુખ પદ આપી પોતાની ટીમમાં સમાવ્યાં છે.