અમદાવાદઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પ્રદેશ ભાજપના નવા માળખાની રચના કરી તેમાં જૂની ટીમમાંથી માત્ર 6 જ સભ્યોને રીપીટ કર્યા છે. આ સિવાય બાકીના તમામ હોદ્દેદારોને રવાના કરીને તેમણે પોતેની નવી ટીમ જ બનાવી છે.

સી.આર. પાટીલ નપેન્દ્ર મોદી સાથે સીધા સંપર્કમાં છે. મોદીએ સંગઠનની બાબતમાં નિર્ણય લેવાની પાટીલને સંપૂર્ણ છૂટ આપી હોવાનો આ પુરાવો છે એવું મનાય છે.

પાટીલે જે 6 સભ્યોને રીપીટ કર્યા એ પૈકી બે નેતા એવા છે કે જેમને પાટીલ હટાવી શકે તેમ નથી. વરસોથી ખજાનચી તરીકે કામ કરતા સુરેન્દ્ર પટેલને પાટીલ હટાવી ના શકે. એ જ રીતે સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાને પણ પાટીલ હટાવી ના શકે કેમ કે સંગઠન મહામંત્રી આરએસએસમાંથી આવે છે અને તેનો નિર્ણય હાઈકમાન્ડ લે છે.

આ સ્થિતીમાં પાટિલે માત્ર 4 જ હોદ્દેદારોને જાળવ્યા છે. સુરેન્દ્ર પટેલ અને ભીખુભાઈ દલસાણિયા ઉપરાંત ગોરધન ઝડફિયા, ભાર્ગવ ભટ્ટ, પ્રદિપસિંહ વાઘેલા, નૌકાબેન પ્રજાપતિને ફરી તક મળી છે. આ પૈકી પ્રદીપસિંહ વાઘેલાને મંત્રીમાંથી મહામંત્રી તરીકે પ્રમોશન અપાયું છે.