વરસાદની આગાહીને પગલે આગામી સિઝનના પાકને મોટું નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગના અનુસાર આજે દાહોદ, નર્મદા, ડાંગ અને તાપીમાં પડશે માવઠું. તો 9 જાન્યુઆરીના રોજ દાહોદ, છોટાઉદેપુર, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં પડશે સામાન્ય વરસાદ. જ્યારે 10 જાન્યુઆરીના રોજ દાહોદ, ડાંગ, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. તો આગામી પાંચ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
માવઠાની આગાહીની વચ્ચે અરવલ્લી જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકામાં વહેલી સવારે કમોમસમી વરસાદ પડ્યો છે. ધનસુરા, બાયડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ વરસાદથી ઘઉં સહિતના પાકને નુક્સાન જવાની ભીતિ છે.