જમ્મુ કશ્મીરમાંથી દૂર કરાયેલી 370ની કલમને લઈને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સતત બીજા દિવસે ભાંગરો વાટ્યો છે. શનિવારે જામનગરમાં 370ના બદલે 377ની કલમ દૂર કરાઈ હોવાનો ઉલ્લેખ કર્યા બાદ અમદાવાદમાં ફરી એકવાર ભાંગરો વાટ્યો છે.

અમદાવાદના દરિયાપુર દરવાજા પાસે ભાજપની જાહેર સભામાં પોતાના સંબોધન દરમિયાન પાટીલે બે મિનિટમાં ચાર વાર 370ના બદલે 377નો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં ભૂલ પર ધ્યાન જતા પાટીલે પોતાની ભૂલ સુધારી હતી.

નોંધનીય છે કે, જામનગરની રેલીમાં સી.આર. પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. સી.આર પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થશે અને 64માંથી ભાજપ 50થી વધુ સીટ જીત મેળવશે. આ સાથે તેમણે શહેરને દૈનિક પાણી મળે તેવા સ્થાનિક મુદાઓ પણ ઉઠાવ્યા હતા.