વડોદરાઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. રૂપાણીનો અવાજ બોલતાં બોલતાં અચાનક લથડી ગયો હતો ને આંખો બંધ થઈ ગઈ હતી.


રૂપાણી લથડીને નીચે પડ્યા એ પહેલાં તેમણે ગુજરાતમાં લવ જિહાદનો કાયદો લાવવાનું એલાન કર્યું હતું. વિધાનસભાના આગામી સત્રમાં લવ જિહાદનો કાયદો લાવીને તેનો અમલ કરવાની વાત તે કરી રહ્યા હતા ત્યારે જ તેમની તબિયત લથડી હતી.

આવતી વિધાનસભામાં લવ જિહાદનો કાયદો લાવીએ છીએ અને સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની ચિંતા પણ કરીએ છીએ. એ પછી તે બોલતાં બોલતાં ઢળી પડ્યા હતા, ભાઈઓ અને બહેનો, વિકાસની પ્રાથમિક શરત એ લોક.....એટલું બોલીને ઢળી પડ્યા હતા.

આ વાક્ય બોલતા હતા ત્યારે જ તેમનો અવાજ લથડ્યો હતો ને તે ત્રણ-ચાર શબ્દો બોલ્યા હતા પણ શું બોલ્યા એ લથડેલા અવાજના કારણે સાંભળી શકાયું નહોતું.

ભાઈઓ અને બહેનો, વિકાસની પ્રાથમિક શરત એ લોક.......એટલું બોલતાં બોલતાં રૂપાણી અચાનક રોકાયા હતા ને તેમની આંખો પણ બંધ થઈ ગઈ હતી. ચાલુ ભાષણ દરમિયાન જ તેમને ચક્કર આવતાં તે લથડીને નીચે પડવા લાગ્યા હતા પણ તેમના એક સીક્યુરિટી જવાને ભારે સતર્કતા બતાવીને તેમને નીચે પડવા નહોતા દીધા.