Local Body Election Live :રાજકોટમાં ટિકિટને લઈને નારાજગી, ડેમેજ કંટ્રોલના પ્રયાસ, ભાજપ પ્રદેશ અઘ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક

Local Body Election Live :અમદાવાદના ધોળકામાં કાકી-ભત્રીજી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. કોઠ બેઠક પર ભત્રીજી સેજલ મકવાણાએ ભાજપમાંથી તો કાકી હેતલ મકવાણાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે

એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 12 Apr 2026 11:24 AM

બ્રેકગ્રાઉન્ડ

 Gujarat Local Body Election Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની  તારીખની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પક્ષે વિજય માટે કવાયત શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનિય છે...More

રાજકોટમાં ટિકિટને લઈને ખેંચતાણ બાદ ડેમેજ કંટ્રોલના પ્રયાસો

રાજકોટમાં ટિકિટને લઈને ખેંચતાણ બાદ ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરાયા છે.  પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટમાં છે. નારાજ નેતાઓ સાથે જગદીશ વિશ્વકર્મા  બેઠક કરી શકે છે. બહુમાળી ચોકમાં જનસંપર્ક સભાનું આયોજન  કરાયું છે.  સભા યોજ્યા બાદ જગદીશ વિશ્વકર્મા  બેઠક કરી શકે છે.  ટિકિટ મુદ્દે ઘણા નેતાઓ નારાજ હોવાની ચર્ચા છે. વોર્ડ નંબર 3 અને 13માં ટિકિટને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નં.7માં શૈલેશ જાનીના સ્થાને નેહલ શુક્લને  ટિકિટ અપાઈ છે. પૂર્વ કોર્પોરેટર,પૂર્વ મંત્રીએ પરિવાર માટે  ટિકિટ માગી હતી. કેટલાક સમાજના આગેવાનો સાથે વિશ્વકર્મા બેઠક   યોજી શકે છે.