અમદાવાદ:  ભારતીય જનતા પાર્ટીએ શનિવારે લોકસભા ચૂંટણીને લઈ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 26 પૈકી હવે બાકીના 11 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. એબીપી અસ્મિતાનું આંકલન છે કે બાકી રહેલી 11 બેઠકો પર મોટાભાગના સાંસદોને રીપીટ કરાય તેવી શક્યતા નહીંવત છે. કેમ કે રાજ્યની 26 બેઠકો પર 2019માં 6 મહિલા ઉમેદવારોને ઉતારાયા હતા. ત્યારે આ લોકસભાની ચૂંટણી માટે બાકી રહેલી 11 બેઠકોમાંથી ઓછોમાં ઓછી 4 બેઠકો પર મહિલા ઉમેદવારને ઉતારી શકાય છે. 


સુરત, મહેસાણા, છોટાઉદેપુર અને વડોદરા બેઠક પર મહિલા સાંસદ હતા ત્યારે આ બેઠક અથવા આ સિવાયની એક બે બેઠક પર ભારતીય જનતા પક્ષ મહિલા ઉમેદવારને ટિકિટ આપે તેવો તર્ક છે. બનાસકાંઠાની બેઠક પર શિક્ષિત એવા રેખાબહેન ચૌધરીને  ઉમેદવાર બનાવી ભાજપે આપેલા સંકેત પ્રમાણે જે પણ મહિલાઓને ટિકિટ અપાશે તે પ્રતિભાશાળી અને શિક્ષિત હશે.   


લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે.  શનિવારે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.   ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 



  • કચ્છ- વિનોદ ચાવડા

  • બનાસકાંઠા- ડૉ રેખાબેન ચૌધરી

  • પાટણ- ભરતસિંહ ડાભી

  • ગાંધીનગર- અમિત શાહ

  • અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા

  • રાજકોટ- પરુશોત્તમ રુપાલા

  • પોરબંદર- મનસુખ માંડવિયા

  • જામનગર- પૂનમબેન માડમ

  • આણંદ- મિતેશ પટેલ

  • ખેડા-દેવુસિંહ ચૌહાણ

  • પંચમહાલ-રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ

  • દાહોદ -જસવંતસિંહ ભાભોર

  • ભરુચ- મનસુખ વસાવા

  • બારડોલી-પ્રભુભાઈ વસાવા

  • નવસારી-સીઆર પાટીલ


 


પ્રથમ લિસ્ટમાં ક્યા રાજ્યના કેટલા ઉમેદવાર?



  • ગુજરાતના 15 ઉમેદવાર

  • ઉત્તર પ્રદેશના 51 ઉમેદવાર

  • મધ્ય પ્રદેશના 24 ઉમેદવાર

  • રાજસ્થાનના 15 ઉમેદવાર

  • કેરળના 12 ઉમેદવાર

  • તેલંગાણાના 9 ઉમેદવાર

  • આસામના 11 ઉમેદવાર


લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવા માટે 29 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. રાત્રે લગભગ 1.30 વાગ્યા સુધી ભાજપના આગેવાનો ભાજપના મુખ્યાલયમાં અવર જવર જોવા મળી હતી.